<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

સ્વાતિ માલીવાલે આતિશીના આરોપોનો જવાબ આપતા કહ્યું- 'આ ગુંડો પાર્ટીને ધમકી આપી રહ્યો છે'

આજે તેના દબાણમાં પાર્ટીએ હાર સ્વીકારી લીધી અને એક ગુંડાને બચાવવા માટે સમગ્ર પાર્ટી તરફથી મારા ચારિત્ર્ય પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે: સ્વાતિ માલીવાલ

દિલ્હી સરકારના સિનિયર મહિલા પ્રધાન મંત્રી આતિષી (આતિશી માર્લેના સિંહ)ના આરોપો પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે જવાબ આપ્યો છે.

સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "ગઈકાલે પાર્ટીમાં આવેલા નેતાઓએ ૨૦ વર્ષના કાર્યકરને (પોતાને) બીજેપીનો એજન્ટ જાહેર કર્યો છે. બે દિવસ પહેલા પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર સત્યનો સ્વીકાર કર્યો હતો અને આજે સીધો યુ ટર્ન લીધો છે."

સ્વાતિએ આરોપ લગાવ્યો, "આ ગુંડો પાર્ટીને ધમકી આપી રહ્યો છે, જો મારી(ગુંડાની) ધરપકડ થશે તો હું તમામ રહસ્યો જાહેર કરીશ. તેથી જ તે લખનૌથી દરેક જગ્યાએ આશ્રયસ્થાનોમાં ફરતો રહે છે. આજે તેના દબાણમાં પાર્ટીએ હાર સ્વીકારી લીધી અને એક ગુંડાને બચાવવા માટે આ કારણે સમગ્ર પાર્ટી તરફથી મારા ચારિત્ર્ય પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

સ્વાતિએ કહ્યું, "કોઈ વાંધો નહીં, હું આખા દેશની મહિલાઓ માટે એકલી લડી રહી છું, હું મારા માટે પણ લડીશ. ચારિત્ર્યની હત્યા કરો, સમય આવશે ત્યારે સમગ્ર સત્ય સામે આવશે."

આમ આદમી પાર્ટી સરકારના શિક્ષણ, પ્રવાસન, સાંસ્કૃતિક અને પીડબ્લ્યુડી ખાતાના કેબિનેટ પ્રધાન આતિશીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "ભાજપે એક ષડયંત્ર રચ્યું હતું. આ કાવતરા હેઠળ ભાજપે સ્વાતિને કેજરીવાલના ઘરે મોકલી હતી. આ ષડયંત્રનો હેતુ કેજરીવાલ પર ખોટા આરોપો લગાવવાનો હતો. સ્વાતિ આ કાવતરાનો ચહેરો હતો. 

૧૩ મેના રોજ સ્વાતિ માલીવાલ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે ગઈ હતી.  આ દરમિયાન સ્વાતિ માલીવાલને કેજરીવાલના નજીકના બિભવ કુમારે રીતે માર માર્યો હતો.

 સ્વાતિએ ત્યાંથી પોલીસને પણ બોલાવી હતી અને મારપીટ થવાની વાત કરી હતી.

સ્વાતિએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન પણ નોંધાવ્યું છે.

(8:11 PM IST)