<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

પોલીસે સ્વાતિ માલીવાલની મદદથી દ્રશ્ય ફરીથી રીક્રીએટ કર્યું : :આરોપી બિભવ કુમારે પણ દિલ્હી પોલીસને ફરિયાદ કરી

સ્વાતિ માલીવાલ પર દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર પર મારપીટનો આરોપ છે

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હી પોલીસ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે. સ્વાતિ માલીવાલની લેખિત ફરિયાદ મળ્યા બાદ, પોલીસ ગુરુવારે મોડી રાત સુધી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેની કાર્યવાહીમાં વ્યસ્ત હતી. શુક્રવારે પણ પોલીસ સવારથી જ આ મામલે સક્રિય છે.

  સ્વાતિ માલીવાલે સીઆરપીસીની કલમ 164 હેઠળ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધ્યા પછી, વિભવ કુમારના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, પરંતુ વિભવ મળ્યો નહોતો. શુક્રવારે બપોરે દિલ્હી પોલીસ ફોરેન્સિક ટીમ સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી. લગભગ એક કલાક સુધી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. આ પછી, સાંજે સીએમ આવાસ પર સમગ્ર ઘટનાનું દ્રશ્ય ફરીથી બનાવવામાં આવ્યું હતું. આ માટે સ્વાતિ માલીવાલને પણ સીએમ આવાસ પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ લગભગ એક કલાક પછી નીકળી ગયા હતા

 . બીજી તરફ આ મામલે નવો વળાંક આવ્યો છે. હુમલાના આરોપી વિભવ કુમારે પણ સ્વાતિ માલીવાલ સામે એફઆઈઆર નોંધવા માટે દિલ્હી પોલીસને ફરિયાદ કરીછે

  સ્વાતિ માલિવાલ 13 મેથી આરોપો પર મૌન હતી, શુક્રવારે આક્રમક દેખાઈ હતી. પ્રથમ, ઘટનાના દિવસના કથિત સીસીટીવી ફૂટેજ દ્વારા માલીવાલને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પછી, સાંજે, દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિષી માર્લેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મુદ્દે પાર્ટીનો પક્ષ રજૂ કર્યો.

 આ દરમિયાન આતિશીએ જણાવ્યું કે વિભવ કુમારે આ મામલામાં સ્વાતિ માલીવાલ વિરુદ્ધ ક્રોસ એફઆઈઆર નોંધવા માટે દિલ્હી પોલીસને ફરિયાદ પણ કરી છે. જોકે, આતિશીએ એ નથી જણાવ્યું કે વિભવે આ ફરિયાદમાં સ્વાતિ પર શું આરોપ લગાવ્યા છે.

(8:27 PM IST)