News of Friday, 17th May 2024
સ્વાતિ માલીવાલ ષડયંત્રનું પ્યાદુ: મંત્રી આતિશીએ આરોપ :કહ્યું- હુમલાનો મામલો ભાજપનું કાવતરું છે
AAP સરકારના મંત્રી આતિશી માર્લેનાએ કહ્યું કે સ્વાતિ માલીવાલ મારપીટ કેસ ભાજપનું કાવતરું છે. ભાજપે જાણી જોઈને સ્વાતિને સીએમ હાઉસ મોકલ્યા

નવી દિલ્હી :આમ આદમી પાર્ટી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ આજે રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ હુમલા કેસમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે આ સમગ્ર મામલામાં ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું. આતિશીએ કહ્યું કે આ મામલો સંપૂર્ણપણે ભાજપનું કાવતરું છે. આતિશીએ કહ્યું કે સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનો ચહેરો અને પ્યાદુ હતી.
આતિશીએ કહ્યું કે 13 મેના રોજ સ્વાતિ કોઈ પણ અપોઈન્ટમેન્ટ વગર સીએમ આવાસ પર પહોંચી હતી. તેમનો ઈરાદો સીએમ કેજરીવાલને ફસાવવાનો હતો, તે સમયે તેઓ ઘરે નહોતા, તેથી તેઓ બચી ગયા. ત્યારબાદ સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો. આજે તેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો તેમને ઉજાગર કરે છે.
આતિશીએ વધુમાં કહ્યું કે જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે ત્યારથી ભાજપ ગભરાટમાં છે. આ કારણે ભાજપે એક ષડયંત્ર રચ્યું હતું, જેના હેઠળ સ્વાતિ માલીવાલને 13 મેની સવારે અરવિંદ કેજરીવાલના ઘરે મોકલવામાં આવી હતી. સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનો ચહેરો અને પ્યાદુ હતી. તેમનો ઈરાદો સીએમ પર આરોપ લગાવવાનો હતો પરંતુ સીએમ તે સમયે ત્યાં ન હતા તેથી તેઓ બચી ગયા હતા.
આ પછી સ્વાતિ માલીવાલે પોલીસને આપેલી ફરિયાદમાં વિભવ કુમાર પર આરોપ લગાવ્યો છે કે આજે જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે સીએમ આવાસમાં આરામથી બેઠી છે અને પોલીસ અધિકારીઓને ધમકાવી રહી છે. વિડિયોમાં તેના કપડા ફાટેલા નથી કે કોઈ ઈજા પણ નથી, વીડિયોમાં તેનું માથું જોઈ શકાય છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
