<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, પ્લેનમાં આગ લાગી હતી

એર ઈન્ડિયાની ફ્લાઈટ એ આઈ-૮૦૭ જેમાં ૧૭૫ મુસાફરો સવાર હતા તે એરક્રાફ્ટના એર કન્ડીશનીંગ યુનિટમાં આગ લાગવાને કારણે આજે દિલ્હીથી પરત ફર્યું હતું.  ફ્લાઈટ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી.
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સાંજે લગભગ ૫.૫૨ વાગ્યે દિલ્હીથી બેંગલુરુ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર ૮૦૭ માટે સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.  વાસ્તવમાં ફ્લાઈટના એસી યુનિટમાં આગ લાગી હતી.  વિમાનમાં ૧૭૫ મુસાફરો સવાર હતા.  ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.  વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

(9:42 PM IST)