<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

સુપ્રીમમાં તમામ મતદાન મથકોના નોંધાયેલા મતોના આંકડાને તાત્કાલિક અપલોડ કરવાના નિર્દેશ આપવાની માંગણી કરતી અરજી થઈ; ચૂંટણી પંચને જવાબ આપવા એક અઠવાડિયાનો સમય અપાયો: ૨૪મીએ વિશેષ સુનાવણી

સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચને, હાલમાં  ચાલી રહેલી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં દરેક તબક્કાના મતદાનની સમાપ્તિ પછી તમામ મતદાન મથકોના નોંધાયેલા મતોના આંકડાને તાત્કાલિક અપલોડ કરવાના નિર્દેશ આપવાની માંગણી કરતી અરજી પર તેમનો જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ અંગેનો તેનો જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે. આ મામલાની વિશેષ સુનાવણી ૨૪ મેના રોજ કરશે.

 

 

(10:03 PM IST)