<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

પાકિસ્તાની ગુપ્તચર એજન્ટો વિશે મોટો ખુલાસો : NIAએ જાસૂસી કેસમાં અન્યક આરોપી સામે ચાર્જશીટ કરી દાખલ

પાકિસ્તાની એજન્ટોએ ભારતીય નૌકાદળના કર્મચારીઓને "હની ટ્રેપ" બનાવવાનું કાવતરું ઘડ્યું હતું

નવી દિલ્હી :દેશની સુરક્ષાને લઈને વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. NIAએ ગુરુવારે પાકિસ્તાની ગુપ્તચર એજન્ટો સાથે મળીને ભારતીય નૌકાદળમાં જાસૂસી કરવાના કેસમાં અન્ય એક આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે

  દેશની સુરક્ષાને લઈને વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુરુવારે પાકિસ્તાની ગુપ્તચર એજન્ટો સાથે મળીને ભારતીય નૌકાદળમાં જાસૂસી કરવાના કેસમાં અન્ય એક આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે

    . RC-02/2023/NIA/HYD તરીકે નોંધાયેલ કેસમાં આરોપ છે કે પાકિસ્તાની એજન્ટોએ ભારતીય નૌકાદળના કર્મચારીઓને "હની ટ્રેપ" બનાવવાનું કાવતરું ઘડ્યું હતું જેથી સંરક્ષણ સંસ્થાઓ વિશેની ગોપનીય માહિતી એકત્રિત કરી શકાય.

  આરોપી અમન સલીમ શેખ મુંબઈનો રહેવાસી છે અને આ કેસમાં મુખ્ય આરોપી છે. NIAએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત NIA સ્પેશિયલ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં અમન પર IPC અને UA(P) એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

(11:23 PM IST)