<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

રેલવે સેક્ટરમાં મુકેશ અંબાણીની એન્ટ્રી, Jio Rail App આપશે કન્ફર્મ ટ્રેન ટિકિટ : રેલ એપ Jio દ્વારા લોન્ચ

તેની મદદથી ટ્રેનની ટિકિટ બુકિંગથી લઈને PNR સ્ટેટસ સુધી બધું જ ચેક કરી શકાય છે અને અલગથી કંઈ કરવાની જરૂર નથી.

મુંબઈ :Jio એ માર્કેટમાં પ્રવેશતાની સાથે જ આખું ટેલિકોમ માર્કેટ બદલી નાખ્યું હતું. આજે એવો સમય છે જ્યારે Jioનું એકતરફી વર્ચસ્વ છે.  આ એપનું નામ છે- Jio Rail App. નામ પરથી જ તમને સ્પષ્ટ થઈ ગયું હશે કે તેનો ઉપયોગ ટ્રેનની ટિકિટ બુક કરવા માટે થાય છે. એટલે કે, તે લોકોને કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવામાં મદદ કરે છે

  દરેક લોકો Jio રેલ એપનો ઉપયોગ કરી શકતા નથી. આ માત્ર Jio ફોન યુઝર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેણે IRCTC સાથે પણ હાથ મિલાવ્યા છે. અહીં તમને ઘણા વિકલ્પો જોવા મળે છે, પરંતુ સૌથી ખાસ વિકલ્પ એ છે કે તેની મદદથી તમે ટ્રેનની ટિકિટ ઓનલાઈન પણ બુક કરી શકો છો અને તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી.

    બુકિંગ સિવાય યુઝર્સને બીજા ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે. જેમ કે તમે આ એપમાં PNR સ્ટેટસ વિશે પણ માહિતી મેળવી શકો છો. એટલે કે તમને ટ્રેનના સમયથી લઈને દરેક માહિતી મોબાઈલ સ્ક્રીન પર મળશે. ઘણા લોકો તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે 

PNR સ્ટેટસ ચેક કરવા માટે તમારે પહેલા ટિકિટ બુક કરવી પડશે. આ કર્યા પછી તમે સરળતાથી બધી માહિતી મેળવી શકો છો. હવે તમે વિચારતા હશો કે ટ્રેનની ટિકિટ કેવી રીતે બુક કરાવી શકાય? તો ચાલો તમને આખી પ્રક્રિયા વિશે માહિતી આપીએ.

સૌથી પહેલા તમારે Jio ફોનમાં ઉપલબ્ધ 'Jio Rail App' પર જવું પડશે. અહીં ગયા પછી તમારે સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે, તમે કયા સ્ટેશનથી કયા સ્ટેશન સુધી મુસાફરી કરવા માંગો છો અને તે પછી તમારે તારીખ પસંદ કરવાની રહેશે. એકવાર તમે બધું પસંદ કરી લો, પછી તમારે ટ્રેન અને સીટ પણ પસંદ કરવી પડશે.

 

(11:28 PM IST)