News of Saturday, 18th May 2024
20 વર્ષ જૂનો સંબંધ તૂટ્યો: સ્વાતિ માલીવાલે એક્સ હેન્ડલ પરથી હટાવ્યો અરવિંદ કેજરીવાલનો ફોટો
AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો પ્રોફાઇલ ફોટો બદલ્યો: અતીશીની પ્રેસ કોન્ફ્રન્સ બાદ સ્વાતિએ આ નિર્ણય લીધો

AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો પ્રોફાઇલ ફોટો બદલ્યો છે. સ્વાતિ માલીવાલ દુર્વ્યવહાર કેસમાં શુક્રવારે AAP નેતા આતિશીની પ્રેસ કોન્ફરન્સ બાદ તેમણે આ નિર્ણય લીધો હતો.
આતિશીએ સ્વાતિ માલીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા અને એમ પણ કહ્યું કે તે ભાજપના કાવતરાનો ભાગ છે. તેમને બીજેપીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બદનામ કરવા મોકલ્યા હતા. તેમના જ પક્ષ તરફથી તેમના પર ગંભીર આરોપો લાગ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો હતો
પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવતા આતિશીએ કહ્યું કે જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે ત્યારથી ભાજપ નર્વસ થઈ ગઈ છે. જેના કારણે ભાજપે ષડયંત્ર રચ્યું હતું. જે અંતર્ગત સ્વાતિ માલીવાલને 13 મેના રોજ સવારે અરવિંદ કેજરીવાલના ઘરે મોકલવામાં આવી હતી. સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનો ચહેરો અને પ્યાદુ હતી. તેમનો ઈરાદો સીએમ પર આરોપ લગાવવાનો હતો, પરંતુ સીએમ તે સમયે ત્યાં નહોતા તેથી તેઓ બચી ગયા હતા.
AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે સ્વીકાર્યું હતું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલાએ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. તે વિભવ કુમાર સામે કડક કાર્યવાહી કરશે
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
