News of Saturday, 18th May 2024
કેન્સર સામે વિજય મેળવો : લોકો વધુને વધુ કેન્સરનો શિકાર કેમ બને છે ?:ન્યુયોર્કમાં થશે ઝૂમ મીટિંગ:સમસ્યા વિશે વિગતવાર ચર્ચા કરાશે
સિનિયર કેન્સર સર્જન ડો,પી.બી.પટેલ ( અમદાવાદ ) રિટાયર્ડ યુરોલોજિસ્ટ ડો.પ્રદીપ જે. કણસાગરા ( અમેરિકા ) હીમેટો-ઓન્કોલોજીસ્ટ ડો.અંકિત જે, કણસાગરા ( અમેરિકા ) જેવા કેન્સર નિષ્ણાંતો મુંજવતા પ્રશ્નોના જવાબ-માર્ગદર્શન અપાશે

ન્યુયોર્ક : કેન્સર સામે વિજય મેળવો ના સૂત્રને સાર્થક કરવા પ્રયાસરત કેન્સલને કેન્સલ કરો.. કેન્સરને અલવિદા કહો,,ની નેમ સાથે પૂ, જીણાભાઇ કણસાગરાની 30મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ઝૂમ મિટિંગના માધ્યમથી વેબિનારનું આયોજન થયેલ છે
લોકો વધુને વધુ કેન્સરનો શિકાર શા માટે બને છે ? યુવાનોમાં વધતા જતા કેન્સરની સમસ્યા વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને મુંજવતા પ્રશ્નોનું કેસરના નિષ્ણાંતો દ્વારા જવાબ આપવામાં આવશે
વેબિનારમાં સ્પીકર તરીકે સિનિયર કેન્સર સર્જન ડો,પી.બી.પટેલ ( અમદાવાદ ) મૉડરેટર તરીકે રિટાયર્ડ યુરોલોજિસ્ટ ડો.પ્રદીપ જે. કણસાગરા ( અમેરિકા )અને સ્પીકર તરીકે હીમેટો-ઓન્કોલોજીસ્ટ ડો.અંકિત જે, કણસાગરા ( અમેરિકા ) રહેશે
આગામી તા, 19-5-2024ને રવિવારે અમેરિકામાં સવારે 12-00 EST ન્યુયોર્ક, ભારત:રાત્રે 9-30 , યુકે : સાંજે 5-00 , કેન્યા :સાંજે 7:00 વાગ્યે ઝૂમ મિટિંગ રાખેલ છે ID 831 0910 1474
passcode 999
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
