News of Saturday, 18th May 2024
તેલુગુ અભિનેતા ચંદ્રકાંતે આત્મહત્યા કરી:એક્ટ્રેસ પવિત્રા જયરામના મૃત્યુથી ઘણો આઘાતમાં હતો
પવિત્રા જયરામના અવસાનના એક સપ્તાહ બાદ જ તેના કો-સ્ટાર ચંદ્રકાંતનું પણ અવસાન

મુંબઈ :સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીમાં પવિત્રા જયરામના અવસાનના એક સપ્તાહ બાદ જ તેના કો-સ્ટાર ચંદ્રકાંતનું પણ અવસાન થયું છે. અભિનેતાએ આત્મહત્યા કરી હોવાની માહિતી મળી રહી છે.
ચંદુ ના નામથી જાણીતા તેલુગુ એક્ટર ચંદ્રકાંતના અચાનક નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ફેન્સને મોટો આઘાત લાગ્યો છે. ચંદ્રકાંતે શુક્રવારે આત્મહત્યા કરી હતી, કો-સ્ટાર પવિત્રા જયરામના મૃત્યુના બરાબર એક અઠવાડિયા પછી. ચંદ્રકાંત તેલંગાણાના અલકાપુરમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો છે. પિતાનું કહેવું છે કે તે છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં હતો.
ચંદ્રકાંત કો-સ્ટાર પવિત્રા જયરામની ખૂબ નજીક હતો. પવિત્રાના મૃત્યુથી તે આઘાતમાં હતો. તે અભિનેત્રી માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરતો હતો. તે પવિત્રા સાથે વિતાવેલી સુંદર પળો પણ શેર કરતો હતો. ત્રણ દિવસ પહેલા ચંદ્રકાંતે એક પોસ્ટમાં કહ્યું હતું કે, 'હે નાના. બસ બે દિવસ રાહ જુઓ.' આ પોસ્ટ પછી તેના ફેન્સ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા.
એટલું જ નહીં ચંદ્રકાંતે દિવંગત અભિનેત્રી સાથેનો વધુ એક વીડિયો શેર કર્યો હતો. આ સાથે તેમણે લખ્યું હતું કે, 'ગુડ મોર્નિંગ નાના. જીમનો સમય થઈ ગયો છે. અમારા કોચે હમણાં જ ફોન કર્યો છે. લવ યુ.' આ પોસ્ટ્સ પછી જ લોકોને અભિનેતા માટે ડર લાગવા લાગ્યો હતો.
ત્રણ દિવસ પહેલા ચંદ્રકાંતના નજીકના મિત્રએ પવિત્રા માટે એક પોસ્ટ કરી હતી, જેમાં અભિનેતા પવિત્રા સાથે રોમેન્ટિક પળો વિતાવતો જોવા મળ્યો હતો. અભિનેતાના મિત્રએ કેપ્શનમાં લખ્યું કે, 'મિસ યુ બહેન. જો શક્ય હોય તો પાછી આવી જાવ. અમે તમને ભૂલી શકતા નથી. તમે ભલે નથી, પરંતુ તમારી યાદો હંમેશા રહેશે. ભાઈ ચંદ્રકાંત તમારા માટે રડી રહ્યો છે. 12 મે, 2024ના રોજ આંધ્ર પ્રદેશના મહેબૂબ નગરમાં એક ભયાનક કાર અકસ્માતમાં પવિત્રાનું મોત થયું હતું.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
