તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 19th May 2024
FTXમાં ક્રિપ્ટોકરન્સી ફ્રોડનો ભોગ બનેલાને મળશે રાહત;વ્યાજ સાથે પરત મળશે રુપિયા
- વિશ્વના ત્રીજા સૌથી મોટા એક્સચેન્જમાં સામેલ FTX એ તેના ગ્રાહકોને પૈસા પરત કરવાની જાહેરાત કરી:. અમેરિકન કોર્ટમાં આપવામાં આવેલા પ્લાનમાં કંપનીએ કહ્યું કે 98 ટકા ગ્રાહકોને 100 ટકા રકમ પરત કરવાની સાથે તે 9 ટકાના દરે વ્યાજ પણ આપશે

નવી દિલ્હીઃ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે, વર્ષ 2022માં ક્રિપ્ટોના સૌથી મોટા ફ્રોડમાં હજારો લોકોની બચત ડૂબી ગઈ હતી. દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાંથી એક FTXમાં અત્યાર સુધીમાં આ સૌથી મોટું ફ્રોડ થયું હતું. આ ઘટના બાદ વર્ષ 2022માં ક્રિપ્ટો માર્કેટ સંકટમાં અટવાઈ ગયું હતું. પરંતુ ગત દોઢ વર્ષમાં બિટકોઈનમાં જોરદાર તેજી જોવા મળી છે. આ ફ્રોડને લઈને ક્રિપ્ટો એક્સચેન્જ FTX વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે કંપનીએ ગ્રાહકોને ચૂકવણીનો પ્લાન જણાવ્યો છે. .
FTXએ તેના નિવેદનમાં કહ્યું છે કે, તેના બધા જ ગ્રાહકોના પૂરા પૈસા પરત કરવામાં આવશે. જેમાં વ્યાજનો પણ સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, એક્સચેન્જે 2 વર્ષ બાદ પૈસા પરત આપવાની જાહેરાત કરી છે. FTXએ કોર્ટને આપેલી જાણકારીમાં જણાવ્યું છે કે, તેની પાસે રોકાણકારોના 11.2 અરબ ડોલર (લગભગ 90 હજાર કરોડ રૂપિયા) હતા અને હવે એક્સચેન્જ તેના રોકાણકારોને 16.3 અરબ ડોલર (1.35 લાખ કરોડ રૂપિયા) પરત કરશે. એક્સચેન્જે એમ પણ જણાવ્યું હતું કે, રોકાણકારોને પૈસા પરત આપ્યા બાદ વ્યાજ પણ ચુકવવામાં આવશે. આ વ્યાજદર વાર્ષિક 9 ટકા પ્રમાણે હશે
નવેમ્બર 2022માં દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જોમાંથી એક FTXએ પોતે દેવાળિયું થઇ ગયું હોવાની જાહેરાત કરી હતી. એ સમયે બિટકોઈનનો ભાવ 16,080 ડોલર હતો. પરંતુ ગત 2 વર્ષમાં ઈકોનોમી ઉપર જવાની સાથે બિટકોઈનનો ભાવ વધીને 62,67 ડોલર પહોંચી ગયો છે. અમેરિકી બેંકમાં રજૂ કરવામાં આવેલા પ્લાન અનુસાર, FTX તેના 98 ટકા ગ્રાહકોને પૈસા ચુકવશે
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
