News of Saturday, 18th May 2024
આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનને ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી:અભિનેત્રીએ આ કૌભાંડની માહિતી આપી
અભિનેત્રી સોની રાઝદાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેના દ્વારા તેણે મુંબઈ પોલીસને ટેગ કરીને ડ્રગ્સ કેસ કૌભાંડની માહિતી આપી

મુંબઈ :બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનને લઈને એક સમાચાર છે, જેની માહિતી તેણે પોતે આપી છે. સોની રાઝદાને તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે તેને ડ્રગ્સના કેસમાં ફસાવવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેને એક કોલ આવ્યો હતો અને તેનો આધાર નંબર માંગવામાં આવ્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે તેની સાથે છેતરપિંડી કરીને તેને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સોની રાઝદાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને આ વખતે તેણે મુંબઈ પોલીસને ટેગ કરીને તેની સાથે થયેલા એક કૌભાંડ વિશે જણાવ્યું. તેમણે લોકોને સતર્ક રહેવાની પણ સલાહ આપી છે.
સોની રાઝદાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, 'જ્યારે તમને કોઈ કૉલ આવે છે અને તમને લાગે છે કે તે વાસ્તવિક કૉલ છે ત્યારે મૂંઝવણમાં પડવું ખૂબ જ સરળ છે. મારા પર વિશ્વાસ કરો, મને લાગ્યું કે તે એક વાસ્તવિક કૉલ હતો. '
જ્યારે મેં આ વિશે કોઈને કહ્યું, ત્યારે તેઓએ મને કહ્યું કે આ એક કૌભાંડ છે અને આવા કૉલ્સને અવગણો. પરંતુ આવા ફોન કોલ્સ લોકોને સાચા લાગે છે અને તેઓ કોઈ ખોટા કૌભાંડમાં ફસાઈ શકે છે... અને આ એક મોટી ભૂલ છે. આવા કૌભાંડોથી સાવધ રહો. આ સાથે તેણે મુંબઈ પોલીસને પણ ટેગ કર્યું
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
