News of Saturday, 18th May 2024
તાઈવાનની સંસદમાં સુધારા વિધેયક સમયે ભારે વિવાદ: સાંસદો વચ્ચે ધક્કામુકી-મારામારી:અરાજકતાનો માહોલ જુઓ વીડિયો
સાંસદો વચ્ચે થયેલી આ મારઝૂડ બાદ કેટલાક સાંસદ સ્પીકરની બેઠક પર ચઢી ગયા હતા

તાઈવાનની સંસદમાં શુક્રવારે ભારે વિવાદ અને અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. સંસદમાં આ દ્રશ્ય એવા સમયે જોવા મળ્યું હતું કે જ્યારે કેટલાક સુધારાના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. તાઈવાનની સંસદમાં સર્જાયેલ આ ઘટનાનો વીડિયો જોઈને તમને ભારે આશ્ચર્ય થશે. દેશની સંસદમાં શુક્રવારે સાંસદો વચ્ચે ઝઘડો, ધક્કા-મુક્કી અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા.હતા
કેટલાક સુધારાને લઈ ચર્ચા ચાલી રહી હતી અને તે સમયે માહોલ ભારે તંગ સ્થિતિ સર્જાઈ હતી અને મારામારી થઈ હતી. સાંસદ એક બીજા પર તૂટી પડ્યા હતા. અલ જઝીરાના અહેવાલ પ્રમાણે સરકારી કાર્યો પર દેખરેખ રાખવા માટે સાંસદોને વધુ સત્તા આપવાની બાબત મુદ્દે ચર્ચા ચાલી રહી હતી.
તાઈવાનની સંસદમાં એક દરખાસ્ત રજૂ કરવામાં આવ્યો જે અંતર્ગત સરકારના વિવિધ કામકાજ પર નજર રાખવા માટે વિપક્ષી સાંસદોને વધારે સત્તા આપવાની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસદમાં ખોટા નિવેદનો આપવા પર સરકારી અધિકારીઓ પર ક્રિમિનલ કેસ નોંધવામાં આવશે તેવી પણ એક જોગવાઈ રજૂ કરવામાં આવી હતી.
આ અંગેના વિધાયક પર મતદાન અગાઉ નવા રાષ્ટ્રપતિ ચિંગ તે કી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (DPP) અને ચીન સમર્થક વિપક્ષની કુમેન્તાંગ (કેએમટી) પાર્ટીના લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જ્યારે સાંસદ ગૃહમાં પહોંચ્યા તો એકબીજા સાથે લડવા લાગ્યા હતા.
આ સાથે એવી પણ માહિતી મળી છે કે સાંસદો વચ્ચે થયેલી આ મારઝૂડ બાદ કેટલાક સાંસદ સ્પીકરની બેઠક પર ચઢી ગયા હતા. સોશિયલ મીડિયા પર આ અંગેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સાંસદો વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોઈ શકાય છે. આ દરમિયાન એક સાંસદ એક બિલ લઈને ભાગી પણ ગયા હતા.
અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક સાંસદ ટેબલ પર કુદી રહ્યા છે અને અન્ય કેટલાક સાંસદો ફર્શ પર પડી જાય છે. અનેક સાંસદોએ સ્પીકરને ઘેરીને ભારે હંગામો કર્યો હતો.
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
