News of Sunday, 19th May 2024
કોરોનાએ ફરી માથું ઉચક્યું નવી લહેરથી હાહાકાર મચ્યોઃ સિંગાપુરમાં લોકોને માસ્ક પહેરવાની અપાઈ સલાહ
કોરોના મહામારીના દરરોજ આવતા કેસમાં ૧૮૧ના વધારા સાથે ૨૫૦ થઈ ગયા છે : સ્વાસ્થ્ય મંત્રી

સિંગાપુર, તા.૧૯,
દુનિયાને હજુ પણ કોરોના વાયરસથી એકદમ છુટકારો મળ્યો નથી. સિંગાપુરમાં એક નવી કોવિડ-૧૯ની લહેર જોવા મળી રહી છે.
કહેવાય છે કે અધિકારીઓએ ૫થી ૧૧ મે સુધી ૨૫,૯૦૦થી વધારે કેસો નોંધ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે શનિવારે ફરીથી માસ્ક પહેરવાની સલાહ આપી છે. સાથે જ કહ્યું છે કે, કોરોના મહામારીના દરરોજ આવતા કેસમાં ૧૮૧ના વધારા સાથે ૨૫૦ થઈ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રી ઓંગે કહ્યું કે, જો કોવિડ- ૧૯ કેસની સંખ્ય એક વાર ડબલ થઈ જાય છે, તો સિંગાપુરની સ્વાસ્થ્ય સેવા સિસ્ટમમાં ૫૦૦ દર્દી હશે, જેને સિંગાપુર સંભાળી શકે છે.
તેમણે આગળ જણાવ્યું કે, જો કેસની સંખ્યા ડબલ થઈ જશે તો તેમાં ૧૦૦૦ દર્દી હશે અને તે હોસ્પિટલ પર ખૂબ જ બોઝ થશે. ઓંગે કહ્યું કે, એક હજાર બેડવાળી હોસ્પિટલ બરાબર છે. એટલા માટે મને લાગે છે કે, સ્વાસ્થ્ય સેવા સિસ્ટમને આવનારા સમય માટે ખુદને તૈયાર કરવી પડશે.
સ્વાસ્થ્ય મંત્રીના હવાલેથી એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, અમે એક નવી લહેરની શરુઆત જોઈ રહ્યા છીએ. જ્યાં તે સતત વધી રહી છે. એટલા માટે હું કહેવા માગું છું કે, આગામી બેથી ચાર અઠવાડીયામાં લહેર પોતાના ચરમ પર પહોંચી શકે છે. તેનો મતલબ સ્પષ્ટ છે, કે જૂનના મધ્ય અને અંતની વચ્ચે સિંગાપુરમાં એક નવી લહેર જોવા મળી શકે છે.
સ્વાસ્થ્ય મંત્રીએ એ લોકોને આગ્રહ કર્યો, જેમણે ગંભીર બીમારીનો સૌથી મોટો ખતરો છે. જેમ કે ૬૦ વર્ષ અને તેનાથી વધારે ઉંમરના વ્યક્તિ, સાથે જ તેમણે સિંગાપુરવાસીઓને બીમારી થવા પર માસ્ક પહેરવા અને ઘર પર રહેવાની સાથે રસીકરણ કરાવાની સલાહ આપી છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
