<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

વહેલી સવારે 6 વાગ્યે ચારધામની યાત્રાએથી પાંચ ભાઇઓ પરત આવતા હતા ત્યારે દુર્ઘટના બની હતી

રાજસ્થાનમાં કારને મેટાડોરે હડફેટે લેતા સર્જાયો ગમખ્વાર અકસ્માતઃ તાલાલા પંથકના પિતરાઈ ભાઈ સહિત બેના મોત

તલાલાઃ તાલાલા પંથકના મોરૂકા ગીર તથા સુરવા ગીર ગામે રહેતાં 5 પિતરાઈ ભાઇઓ ચાર ધામની યાત્રાએથી પરત આવતા હતા. ત્યારે રાજસ્થાનમાં તેમની કારને મેટાડોરે હડફેટે લેતા અકસ્માતમાં સુરવાગીર ગામે રહેતા તબીબ તથા મોરૂકા ગીર ગામે રહેતા તેના પિતરાઈ ભાઈ સહિત બેના મોત નીપજ્યા હતાં. જ્યારે અન્ય 3 ભાઇઓને ઈજા થઈ હતી. અકસ્માતના પગલે બન્ને ગામોમાં શોક વ્યાપ્યો છે.

તાલાલા તાલુકાનાં સુરવા ગીર ગામના ડો.વિપુલ દિલીપભાઈ અજુડીયા (ઉ.વ.34) તથા તેમના બે ભાઈઓ સાગરભાઈ દિલીપભાઈ અજુડીયા (ઉ.વ.33) અને ચિરાગભાઈ દિલીપભાઈ અજુડીયા (ઉ.વ.30) તથા મોરૂકા ગીર ગામે રહેતા તેમના પિતરાઇ ભાઈ કિશનભાઈ ધિરૂભાઈ ભીમાણી (ઉ.વ.30) તથા તેના નાનાભાઈ ભાવેશભાઈ ધિરૂભાઈ ભીમાણી (ઉ.વ.27) એમ પાંચ પિતરાઈ ભાઈઓ તારીખ 7મી મેના રોજ મતદાન કરી ચારધામની યાત્રાએ ગયા હતા. યાત્રા પુરી કરી હરિદ્વારથી પરત ગુજરાત આવતા હતા. આ દરમિયાન રાજસ્થાનના બુંદી જિલ્લાના નેશનલ હાઇવે ઉપર હિંડોલી ગામ પાસે અમરતીયા મોર્ડન સ્કૂલ પાસે ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યે ગમખ્વાર અકસ્માત નડયો હતો.

(11:58 AM IST)