તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 19th May 2024
દાયકાઓ પછી ટુરિસ્ટો ઉપર આતંકી હુમલાથી કાશ્મીરીઓ ભારે ચિંતિત: પ્રવાસીઓના પૂર ઉમટી પડતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું: વધુ હુમલા થશે તો પ્રવાસન વ્યવસાયને ગંભીર અસર પહોંચવાનો ભય: કાશ્મીરીઓની રોજી રોટી ઉપર સંકટ પેદા થશે

ટુરીસ્ટો ઉપર હુમલાથી કાશ્મીરીઓ ચિંતામાં મુકાયા છે. પાકિસ્તાનને કાશ્મીરમાં પ્રવાસીઓના પૂર વહી રહ્યા છે તેનાથી પેટમાં બળતરા ઉપડી છે.
બારામુલ્લા લોકસભા ક્ષેત્રમાં મતદાનના બે દિવસ પૂર્વે કાશ્મીરમાં બે આતંકી હુમલાઓ પાછળ મતદાતાઓમાં ડર પેદા કરવા ઉપરાંત ટુરિસ્ટોને નિશાન બનાવવાની ઘટનાથી કાશ્મીરી જનતા ભારે ચિંતિત બની છે. પર્યટકોના પ્રવાહને અસર પહોંચશે તેવો ભય સર્જાયો છે.
મતદાતાઓને ડરાવવા માટે પ્રયાસો થતાં, મતદાન પૂર્વે હાઈ એલર્ટ જાહેર કરવા સાથે સરહદ ઉપર ભારતીય લશ્કરને મહત્તમ સાવધ કરવાના નિર્દેશ અપાયા છે. ભારતીય પક્ષને આશંકા છે કે પાકિસ્તાન પોતાના કબ્જાવાળા કાશ્મીરમાં તનાવ ઓછો કરવા માટે ત્યાંની જનતાનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે લાઇન ઓફ કંટ્રોલ ઉપર ગોળીબારો કરી શકે છે.
ગઈકાલે મોડી રાત્રે આતંકીઓએ સોપિયામાં ભાજપના સમર્થક પૂર્વ સરપંચની ગોળી મારી હત્યા કરી હતી અને આ હત્યાના એક કલાક પહેલા જ એક આતંકી હુમલામાં જયપુરના રહેવાસી દંપતિ ઉપર પહેલગામમાં થયેલ હુમલામાં બંને પતિ પત્ની ગંભીર ઘવાયા છે, પતિની સ્થિતિ ખૂબ નાજુક ગણાઈ રહી છે.
મોટાભાગના દેશને ભયાનક ગરમીએ પોતાની લપેટમાં લીધેલ છે ત્યારે કાશ્મીરમાં ટુરિસ્ટોનો પ્રવાહ વધી ગયો છે અને મે-જૂનના મહિનાઓ માટે હોટલો સંપૂર્ણ બુક થઈ ગયેલ છે. કાતિલ ઠંડીની મોસમ પછી હવે કાશ્મીરમાં પર્યટકોનો પ્રવાહ વધી રહ્યો છે જેનાથી આતંકીઓ અને તેના સૂત્રધાર પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયા છે. ટુરિસ્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આગામી મહિનાઓમાં ટુરિસ્ટ પ્રવાહમાં વધુને વધુ સુધારાની ઉમ્મીદ હતી તેના ઉપર હવે આતંકી હુમલાના કાળા સાયા છવાયા છે
ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ કાશ્મીરના અધ્યક્ષ રઉફ અહમદ તરામ્બુએ જણાવેલ કે અત્યારે તમામ ટુરિસ્ટ સ્થળોમાં મોટાભાગની હોટલો ટુરિસ્ટોથી ભરેલ છે. આ હુમલા સુધી પર્યટકોના સતત પ્રવાહની આશા રાખવામાં આવી રહેલ અને પાછળના વર્ષોના તમામ રેકોર્ડ તોડવાની ઉમ્મીદ રાખતા હતા. પરંતુ હવે આ ઉમ્મીદો તૂટતી નજર આવી રહી છે. જો ટુરિસ્ટો ઉપર આતંકી હુમલાઓમાં વધારો થશે તો ફરી એકવાર કાશ્મીરીઓની રોજી રોટી ઉપર સંકટ પેદા થશે. (સુરેશ ડુગ્ગર, જમ્મુ દ્વારા)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
