News of Sunday, 19th May 2024
એક કિલો કેરીની કિમંત પર 2 iPhone ખરીદી શકાય : જાણો કેમ છે આટલીં મોંઘી આ કેરી અને ક્યા મળે છે?
આ કેરીનું નામ ત્યારે જાણીતું બન્યું જ્યારે તેને સિલીગુડી મેંગો ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી

ઉનાળાની સીઝનમાં સૌથી વધારે બોલબાલા કેરીની હોય છે. બદામ, હાફુસ, લંગડા, તોતા, કેસર જેવી અનેક પ્રકારની કેરીઓ બજારમાં વેચાઈ રહી છે, એટલે કે ભારતને કેરીઓનો દેશ કહેવું ખોટું નહીં હોય. દેશમાં કેરીની એટલી બધી વેરાયટી છે કે ગણીને થાકી જવાય, પણ કેરીઓની સંખ્યા પૂરી નહીં થાય. પણ શું તમને ખબર છે આ કિલો કેરીની કિમંત પર તમે 2 iPhone ખરીદી શકો છો .
ભારતમાં અનેક પ્રકારની કેરી મળે છે પણ વિશ્વની સૌથી મોંઘી કેરી કઈ છે તે તમે નહીં જાણતા હોવ. જોકે આ કેરીનું ઉત્પાદન જાપાનમાં થાય છે જેનું નામ મિયાઝાકી છે આ કેરી જાપાનના મિયાઝાકી તરીકે ઓળખવામાં આવે છે
તેની કિંમત 1000, 10,000 કે 50,000 નથી પણ 2.70 લાખ રુપિયાની એક કિલો કેરી છે. તાજેતરમાં આ નામ ત્યારે જાણીતું બન્યું જ્યારે તેને સિલીગુડી મેંગો ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી હતી
જાંબલી કેરી અથવા મિયાઝાકી કેરી જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવતી વિશ્વની સૌથી મોંઘી કેરી છે. જો કે, આ દિવસોમાં તેની ખેતી ભારત અને બાંગ્લાદેશમાં પણ થાય છે. આ સિવાય તે થાઈલેન્ડ અને ફિલિપાઈન્સમાં પણ જોવા મળે છે
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશના જબલપુરમાં આ જાતના બે કેરીના ઝાડ પણ ઉગાડવામાં આવી રહ્યા છે અને તે કેરીના ઝાડની સિક્યુરિટી માટે માટે ગાર્ડ અને કૂતરા પણ તૈનાત કરવામાં આવ્યા છે. મિયાઝાકી કેરીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં મિયાઝાકી 2.70 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.
આ કેરી કેમ આટલી મોંઘી છે તે જણાવી દઈએ તો તેમાં એન્ટીઓક્સીડેન્ટ, બીટા કેરોટીન અને ફોલિક એસિડ જેવા ગુણ હોય છે. તેમાં ખાંડ 15 ટકા કે તેથી વધુ હોય છે. કેરીની આ ખાસિયત તેને વિશ્વની તમામ કેરીથી મોંઘી બનાવે છે
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
