<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

મુંબઈ-અમદાવાદ વચ્ચે ત્રીજી નવી વંદે ભારત શરુ થશે :કલાકના 160ની સ્પીડે દોડશે : મુસાફરોનો સમય બચશે

અત્યાધુનિક ટ્રેનનું નિર્માણ ચેન્નાઈના ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં કરાયું અને હાલમાં 15000 કિલોમીટરનું ટ્રાયલ રન શરુ

મુંબઈ-અમદાવાદ રુટ પર પહેલાંથી જ બે વંદે ભારત દોડી રહી છે. ટૂંક સમયમાં ત્રીજી વંદે ભારત પણ આ રુટ પર જોવા મળશે. આ રુટ પર ચાલનારી આ નવી વંદે ભારત ખાસ હશે. મળતી માહિતી મુજબ મુંબઈ-અમદાવાદ રુટ પર આગામી વંદે ભારતની સ્પીડ 160 કિલોમીટ પ્રતિ કલાક થવાની છે. આ રુટ પર નવી વંદે ભારતનો ત્રીજો અને અંતિ ટ્રાયલ પૂરો થવા જઈ રહ્યો છે. આ અત્યાધુનિક ટ્રેનનું નિર્માણ ચેન્નાઈના ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં કરાયું હતું અને તે હાલમાં 15000 કિલોમીટરનું ટ્રાયલ રન શરુ કર્યું છે.

નવી વંદે ભારત ટ્રેન સ્પીડની સાથે સાથે યાત્રી સુવિધાઓ સુરક્ષા સુવિધાઓના મામલે અન્ય વંદે ભારતથી ઉત્કૃષ્ટ હશે. નવી દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-કટરા જેવા અન્ય માર્ગો પર ચાલતી હાલ વંદે ભારત ટ્રેનની તુલનામાં આ રુટ પર ચાલતી વંદે ભારત અનેક રીતે ઉત્કૃષ્ટ હશે. મુંબઈ-અમદાવાદ માર્ગ પર નવી વંદે ભારત ટ્રેન શરુ થવાથી યાત્રિકોની 45 મિનિટ બચી જશો. આ રૂટ પર યાત્રા કરવમાં હાલ લગભગ 5 કલાક અને 25 મિનિટ લાગે છે. આ રૂટ માટે ખાસ નવી ડિઝાઈન કરાયેલા રેક 140 સેકન્ડમાં 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડને ચાલવામાં સક્ષમ હશે.

રિપોર્ટસ મુજબ આ રુટની અન્ય વંદે ભારત ટ્રેનની જેમ આ ટ્રેન પણ રવિવાર છોડીને સપ્તાહમાં છ દિવસ ચાલી શક છે. જો કે હજુ રેલવે દ્વારા સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. મુંબઈ-અમદાવાદ રુટ પર ટ્રેન નંબર 22962 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી 6-10 વાગ્યે રવાના થાય છે અને 11-35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. આ ટ્રેન સવારે 11-35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહેલા વડોદરા, સૂરત, વાપી અને બોરીવલી જેવાં સ્ટેશન પર રોકાય છે. વાપસીમાં ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 3-55 વાગ્યે બપોરે રવાના થાય છે જ 9-25 વાગ્યે રાત્રે અમદાવાદ પહોંચે છે. વાપસીમાં પણ ટ્રેન વડોદરા, સૂરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર રોકાય છે.

આ ટ્રેનના ત્રીજા અને અંતિમ ટ્રાયલ બાદ તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ટૂંક સમયમાં જ આ ટ્રેનની જાહેરાત કરવામાં આવશે. હાલ લોકસભા ચૂંટણી વચ્ચે દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ છે.આ સ્થિતિમાં કોઈ નવા પ્રોજેક્ટ, નવી ટ્રેન કે નવી સ્કીમની જાહેરાત થઈ શકે નહીં. જો બધું જ યોગ્ય રહેશે તો આ ટ્રેન જૂન કે જુલાઈ વચ્ચે શરુ થઈ શકે છે.

આ નવી ટ્રેનમાં કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત ટચાર પ્લેટફોર્મ સાઈડ કેમેરા પણ લાગેલા છે. યોગ્ય વેન્ટિલેશન, એર કન્ડીશનિંગ સુવિધા અને રોગાણુ મુક્ત વાયુ આપૂર્તિ માટે ટ્રેન યૂવી રોશની અને ઉચ્ચ ક્ષમતાવાળા કમ્પ્રેસરથી સુસજ્જિત થશે.

(6:48 PM IST)