<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

ઈરાનના પ્રેસિડેન્ટ ઈબ્રાહિમ રાયસીના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું: હાર્ડ લેન્ડિંગ કરાયું: ધુમ્મસને લીધે બચાવ ટુકડી પહોંચી શકતી નથી: પહાડી અને વૃક્ષોથી ભરચક વિસ્તારમાં વિઝિબિલિટી માત્ર પાંચ મીટર

ઈરાનના સરકારી મીડિયાના અહેવાલો અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાને લઈને જઈ રહેલા હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો છે.

હેલિકોપ્ટરને હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું.  હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે રાયસી આ હેલિકોપ્ટરમાં સવાર હતા કે નહીં.

ઈરાનના ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર, બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, હવામાનને કારણે અહીં (ઘટના સ્થળ)ની સ્થિતિ મુશ્કેલ છે.

 રેસ્ક્યુ ટીમ સાથે હાજર રિપોર્ટરના કહેવા અનુસાર, ગાઢ ધુમ્મસને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 રિપોર્ટર અનુસાર, આ પહાડી અને વૃક્ષોથી ભરેલા વિસ્તારમાં વિઝિબિલિટી માત્ર પાંચ મીટર સુધી છે.

 જે વિસ્તારમાં હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું તે તબરીઝ શહેરથી પચાસ કિલોમીટર દૂર વરઝેકાન શહેરની નજીક છે.

 તબરીઝ ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતની રાજધાની છે.

(7:44 PM IST)