News of Sunday, 19th May 2024
સ્વાતિ માલીવાલ કેસ: દિલ્હી પોલીસ કેજરીવાલના ઘરે પહોંચી, ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા: દિલ્હી પોલીસ બિભવને પણ મુંબઈ લઈ જઈ શકે છે: ક્રાઈમ સીન ફરીથી (રીક્રિએટ કરી) બનાવી શકે છે

આમ આદમા પાર્ટી (આપ)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલાને લઈને રાજકીય વાવાઝોડું ઊભું થયું છે. હુમલાના આરોપી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના નજીકના પૂર્વ પીએ બિભવ કુમારની ધરપકડ બાદ આપ રસ્તા પર ઉતરી આવી હતી: બિભવે તેનો ફોન મુંબઈમાં ફોર્મેટ કર્યો હતો, તેથી દિલ્હી પોલીસ બિભવને પણ મુંબઈ લઈ જઈ શકે છે
અરવિંદ કેજરીવાલ પોતે બીજેપી હેડક્વાર્ટરમાં વિરોધ કરવા નીકળેલ હતા, પરંતુ દિલ્હી પોલીસે તેમને રોક્યા હતા. કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ આપને ખતમ કરવા માંગે છે અને તેના નેતાઓને જેલમાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન દિલ્હી પોલીસ સીએમ આવાસ પર પહોંચી અને સીસીટીવી ડીવીઆર કબજે કરીને બહાર આવી. દિલ્હી પોલીસ ક્રાઈમ સીન ફરીથી બનાવી શકે છે.
આપ રસ્તા પર ઉતરી આવી હતી અને અરવિંદ કેજરીવાલ પોતે બીજેપી હેડક્વાર્ટરમાં વિરોધ કરવા બહાર આવ્યા હતા, પરંતુ દિલ્હી પોલીસે તેમને રોક્યા હતા.
કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ આપ પાર્ટીને ખતમ કરવા માંગે છે અને તેના નેતાઓને જેલમાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહી છે.
આ દરમિયાન દિલ્હી પોલીસ સીએમ આવાસ પર પહોંચી અને સીસીટીવી ડીવીઆર કબજે કરીને બહાર આવી.
એસએચઓ સિવિલ લાઇન્સની સાથે, સમગ્ર કેસની આગેવાની કરી રહેલા એડિશનલ ડીસીપી નોર્થ ત્યાં પહોંચ્યા હતા. બિભવકુમાર હજી તેમની સાથે નહોતો. એવી આશા છે કે તેમને સીએમ હાઉસમાં પણ લાવવામાં આવી શકે છે.
દરમિયાન આ કેસમાં તપાસનો વ્યાપ વધુ વધી રહ્યો છે. આરોપી બિભવ કુમારે તેનો ફોન મુંબઈમાં ફોર્મેટ કર્યો હતો, તેથી દિલ્હી પોલીસ બિભવને પણ મુંબઈ લઈ જઈ શકે છે. ઘટનાના દિવસે સીએમ આવાસ પર શું થયું હતું? આને સમજવા માટે પોલીસ ક્રાઈમ સીન રિક્રિએટ પણ કરી શકે છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
