News of Sunday, 19th May 2024
જૌનપુરની પ્રખ્યાત અટાલા મસ્જિદને અટલા માતાના મંદિર તરીકે દાવો: 22મીએ સુનવણી
મુઘલ શાસકોએ સનાતન ધર્મને સમાપ્ત કરવા માટે જ હિન્દુ મંદિરોને તોડી પાડ્યા હતા: મંદિર પક્ષ તરફથી દલીલ

જૌનપુરની અટાલા મસ્જિદને મંદિર ગણાવવાનો મામલો કોર્ટમાં સામે આવ્યો છે. જૌનપુરની પ્રખ્યાત અટાલા મસ્જિદને અટલા માતાના મંદિર તરીકે દાવો કરતો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે આ મસ્જિદ 14મી સદીમાં બનાવવામાં આવી હતી અને તેનું નિર્માણ ઇબ્રાહિમ શાહ શાર્કીએ કરાવ્યું હતું. હવે આ કેસની 22 મેના રોજ સુનાવણી થશે. આગ્રા સ્થિત વકીલ અજય પ્રતાપ સિંહે ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને અટલા મસ્જિદની મેનેજમેન્ટ કમિટી સામે દાવો દાખલ કર્યો છે.
મંદિર પક્ષ તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે, મુઘલ શાસકોએ સનાતન ધર્મને સમાપ્ત કરવા માટે જ હિન્દુ મંદિરોને તોડી પાડ્યા હતા. આ કડીમાં અટાલા માતાનું મંદિર પણ તોડવામાં આવ્યું હતું અને તેનું નામ મસ્જિદ રાખવામાં આવ્યું હતું. દાવો કરવામાં આવ્યો છે કે મંદિરના અવશેષ હજુ પણ ત્યાં હાજર છે.
એડવોકેટ અજય પ્રતાપસિંહે જણાવ્યું હતું કે, અટાલા માતા મંદિર કન્નૌજના રાજા જયચંદ્ર રાઠોડે બનાવ્યું હતું અને આ બિલ્ડિંગમાંથી ત્રિશૂળ અને ગુડહલના ફલ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત મસ્જિદ પર કળશનો આકાર પણ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલમાં અટાલા મસ્જિદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક છે.
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દાવા અનુસાર, એએસઆઈના ઘણા અહેવાલોમાં અટાલા મસ્જિદની તસવીરો છે. 1865ની જર્નલ ઓફ ધ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલમાં, અટાલા મસ્જિદની ઇમારત પર કળશના આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે અટાલા મસ્જિદ અટાલા માતાના મંદિરની મૂળ ઇમારત છે.
આ પહેલા વકીલ અજય પ્રતાપ સિંહે દાવો કર્યો હતો કે ફતેહપુર સીકરીની દરગાહમાં માતા કામાખ્યા દેવીનું મંદિર છે. તેમણે આગ્રા જિલ્લા અદાલતમાં કેસ પણ દાખલ કર્યો હતો. તેઓ કહે છે કે માતા કામાખ્યા દેવીનું મૂળ ગર્ભ ફતેહપુર સીકરીની સલીમ ચિશ્તી દરગાહમાં છે. સલીમ શેખ ચિશ્તી દરગાહને માતા કામાખ્યાનું મંદિર જાહેર કરવામાં આવે તેવી હિન્દુ સંગઠનોની માંગ છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
