<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

જો વરસાદને કારણે મેચ ધોવાઈ જાય તો 4 ટીમોની શું સ્થિતિ થશે ? : જાણો પોઈન્ટ ટેબલનું સમીકરણ

રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પ્લેઓફમાં ટોપ-2ના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ:રોયલ્સ ટીમ આ મેચ જીતશે તો તે ટોપ-2માં સ્થાન મેળવી લેશે

મુંબઈ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ક્વોલિફિકેશન બાદ પ્લેઓફની 4 ટીમો ફાઈનલ થઈ ગઈ છે, પરંતુ કઈ 2 ટીમ ટોપ-2માં સ્થાન મેળવશે. તે અંગે એક સમસ્યા છે. ટોપ-2માં સ્થાન મેળવનારી ટીમોને ફાઇનલમાં જવાની બે તક મળે છે. ટોપ-2 ટીમો ક્વોલિફાયર-1 રમે છે. જેમાંથી હારનાર ટીમને એલિમિનેટરની વિજેતા ટીમનો સામનો કરવાનો મોકો મળે છે.

  આ રીતે ટોપ-2માં સ્થાન મેળવવા માટે ટીમો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. હવે આ સંદર્ભમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ ઘણી મહત્વની બની ગઈ છે. મેચ પર વરસાદનો પડછાયો પડયો છે. ગુવાહાટીના સ્ટેડિયમમાં સતત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ટોસ થઈ શક્યો ન હતો .

  હવે જો RR અને KKR વચ્ચેની આ મેચમાં વરસાદ ચાલુ રહેશે તો ટોપ-2 ટીમો કોણ હશે, ચાલો જાણીએ. વાસ્તવમાં, પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 19 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ સનરાઈઝર્સ હૈદરાબાદની પંજાબ કિંગ્સ સામેની મેચ જીતીને ત્રીજા સ્થાને આવી ગઈ છે. 13 માંથી 8 મેચ જીત્યા બાદ RR પાસે 16 પોઈન્ટ અને +0.273 નો નેટ રન રેટ છે. SRS ટીમ 14માંથી 8 મેચ જીતીને 17 પોઈન્ટ અને +0.414ના નેટ રન રેટ સાથે બીજા ક્રમે છે.

   હવે જો રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ વહેંચવામાં આવશે. જે બાદ રોયલ્સ ટીમનું ટોપ-2માં સ્થાન મેળવવાનું સપનું ચકનાચૂર થઈ જશે. તે 17 પોઈન્ટ મેળવશે, પરંતુ નેટ રન રેટ સનરાઈઝર્સ કરતાં પાછળ હોવાને કારણે તે ત્રીજા સ્થાને રહેશે. જ્યારે કેકેઆરની ટીમ 20 પોઈન્ટ સાથે નંબર-1 પર રહેશે

   આ રીતે, પોઈન્ટ ટેબલમાં, KKR નંબર-1 પર, SRH નંબર-2 પર, RR નંબર-3 પર અને RCB નંબર-4 પર હશે. ત્યારબાદ KKR અને SRSની ટીમો ક્વોલિફાયર-1માં ટકરાશે. તેમાંથી વિજેતા ટીમ સીધી ફાઇનલમાં ક્વોલિફાય થશે જ્યારે હારનાર ટીમે RR અને RCB વચ્ચેની મેચની વિજેતા ટીમ સાથે રમવું પડશે


 

(8:41 PM IST)