<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

તમિલનાડુમાં ભારે વરસાદ: આગામી બે દિવસ સુધી ચાર જિલ્લામાં રેલ એલર્ટ જાહેર કરાયું

દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેસરની સ્થિતિને પગલે તમિલનાડુના અનેક ભાગોમાં ભારે વરસાદ શરૂ:પાંચ રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા

નવી દિલ્હી :દેશના ઉત્તર પશ્ચિમ તથા મધ્ય ભાગમાં ભીષણ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેસરની સ્થિતિને પગલે તમિલનાડુના અનેક ભાગોમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

  હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.   

દરમિયાન કન્યાકુમારી, તિરુનેલવેલી, થેની અને તેનકાસીમાં આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન વિરુધુનગર, કોઈમ્બતુર, નીલગીરી અને ડિંડીગુલના વિવિધ સ્થળો પર વરસાદની શરૂઆત થઈ છે.

22મી મેના રોજ બંગાળના ઉપસાગરમાં દક્ષિણપશ્ચિમનું હળવું દબાણ સર્જાય અને તે ડિપ્રેશનમાં સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે

(9:52 PM IST)