<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

ફેફસા ખરાબ હોવા છતા પણ ન માની હાર

૨૩ કલાકમાં ૭૦,૦૦૦ પગથિયાં ચઢીને બનાવ્‍યો વર્લ્‍ડ રેકોર્ડ

કમાન્‍ડો હિંમતસિંહ રાઠોડે ૪૦ વર્ષની વયે ૭૦૬૭૯ સીડીઓ ચડીને ગીનીસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્‍યું

જયપુર,તા.૨૧: જયપુરના લોકોના જુસ્‍સાથી આખી દુનિયા વાકેફ છે. આજે પણ એવા લોકો છે, જે એવા કામ કરી શકે છે જેના વિશે લોકો વિચારી પણ નથી શકતા. આવી જ રીતે જયપુર આર્મીના પૂર્વ કમાન્‍ડો હિંમત સિંહ રાઠોડે ૪૦ વર્ષની ઉંમરે ૭૦૬૭૯ સીડીઓ ચઢીને ગીનીસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવીને એક વિશ્વ રેકોર્ડ બનાવ્‍યો છે. હિંમત સિંહ પહેલા આ રેકોર્ડ ક્રિヘયિન રોબર્ટો લોપેઝ રોડ્રિગ્‍ઝના નામે હતો. પરંતુ હિંમત સિંહે તેમના કરતા ૫૦૦ વધુ સીડીઓ ચડીને આ રેકોર્ડ બનાવ્‍યો હતો.

તમને જણાવી દઈએ કે હિમ્‍મત સિંહે આ રેકોર્ડ ગિનિસ બુકની ગાઈડલાઈન મુજબ બનાવ્‍યો છે, જેમાં ત્રણ કેમેરા અને ચાર ઓફિસર ઈન્‍સ્‍પેક્‍શન માટે લગાવવામાં આવ્‍યા હતા અને સાથે જ તેણે સીડીઓ ચઢીને રેકોર્ડ બનાવ્‍યો હતો, તમને જણાવી દઈએ કે હિમ્‍મત સિંહે આ રેકોર્ડ જૂતા પહેરીને બનાવ્‍યો છે. આ પહેલા કેટલાક લોકો પગરખાં વગર પણ પગથિયાં ચઢી ચૂક્‍યા છે.

આ રેકોર્ડ માટે, હિંમત સિંહે સૌપ્રથમ જયપુરના ખાટીપુરા ફલાયઓવરથી શરૂઆત કરી હતી. હિંમત સિંહ ઘણા દિવસો સુધી સતત પ્રેક્‍ટિસ કરતા રહ્યા હતા. ક્‍યારેક તો તેઓ બહુમાળી ઈમારતોની પગથિયાંઓ ચડીને પણ ચઢતા હતા. જયપુરમાં ગાંધી પથ પર આવેલી ૧૯ માળની ઈમારત તેણે ૪૩૯ સીડીના ૧૯ રાઉન્‍ડ પૂરા કરીને પ્રેક્‍ટિસ કરી હતી. ત્‍યારબાદ ૬ મેના રોજ તેણે આ સિદ્ધિ મેળવી અને તેનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં નોંધાયું હતું.

તમને જણાવી દઈએ કે ૨૦૨૦માં નિવૃત્ત થયા બાદ હિંમત સિંહે યુવાનોને ફ્રી આર્મી ટ્રેનિંગ આપવાનું શરૂઆત કરી હતી. અત્‍યાર સુધી તેઓ ૨૫૦૦થી વધુ યુવાનોને ફ્રી ટ્રેનિંગ આપી ચુક્‍યા છે. તેમના દ્વારા આપવામાં આવેલી તાલીમ દ્વારા ૧૫૦ થી વધુ બાળકોને નોકરી મળી છે. તેઓ આગળ પણ આ કામ ચાલુ રાખવા માંગે છે.

તમને જણાવી દઈએ કે હિમ્‍મત સિંહ રાઠૌર ગોલા ખારવા ગામનો રહેવાસી છે, જે  રાજસ્‍થાનના અજમેર જિલ્લામાં આવેલું છે. ૧૪ વર્ષની ઉંમરમાં કૂતરા કરડવાને કારણ હિંમતસિંહને ૧૪ ઈન્‍જેક્‍શન આપવામાં આવ્‍યા હતા, પરંતુ ખોટા ઈન્‍જેક્‍શનને કારણે તેના ફેફસામાં નુકસાન થયું હતું. પરંતુ હિંમત સિંહે હાર માની ન હતી. સખત મહેનતના પરિણામે તેની સેનામાં પસંદગી થઈ હતી. પોતાની ૧૭ વર્ષ સુધીની નોકરી દરમિયાન હિંમતસિંહ કાશ્‍મીરથી ચીન બોર્ડર સુધી ડ્‍યુટી કરી ચૂક્‍યા છે.

(9:54 AM IST)