News of Tuesday, 21st May 2024
હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડનો પ્રથમ ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો ૮૮% વધીને રૂ. ૬.૭૧ કરોડ
નાણાંકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કામગીરીથી આવકો ૭૩% વધીને રૂ. ૮૭.૮૫ કરોડ થઈ

મુંબઇ,તા. ૨૧: પશુઓની વેક્સિન તથા હેલ્થ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી ભારતની અગ્રણી એનિમલ હેલ્થ કંપની હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડે જૂન ૨૦૨૩ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ ધોરણે રૂ. ૬.૭૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ ૨૦૨૩દ્ગક્ર પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. ૩.૫૬ કરોડનો ચોખ્ખો નફાની સરખામણીમાં ૮૮%ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે રૂ. ૮૭.૮૫ કરોડની કામગીરીથી આવક નોંધાવી છે. જે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. ૫૦.૭૦ કરોડની આવકની સરખામણીએ વાર્ષિક ધોરણે ૭૩%ની વૃદ્ધિ છે. જૂન ૨૦૨૩ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દરમિયાન ઓપરેટિંગ નફો રૂ. ૧૪.૩૬ કરોડ નોંધાયો હતો, જે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના સમાન ગાળામાં રૂ. ૭.૪૩ કરોડથી ૯૩% વધ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં માટે ઈપીએસ શેર દીઠ રૂ. ૭.૮૯ નોંધવામાં આવી હતી.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
