News of Tuesday, 21st May 2024
વાર્ષિક ધોરણે ૫૫.૬ ટકાનો વધારો
બિગબ્લોક કન્સ્ટ્રક્શનનો નાણાંકીય વર્ષ ૨૦૨૪નો ચોથા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. ૮.૬૫ કરોડ થયો
નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૨૦ ટકાના દરે આખરી ડિવિડન્ડની ભલામણ કરી છે

મુંબઇ,તા. ૨૧: ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૪ના ચોથા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૮.૬૫ કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. ૫.૫૬ કરોડના ચોખ્ખા નફા કરતાં વાર્ષિક ધોરણે ૫૫.૬ ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ચોથા ત્રિમાસિક ગાળા માટે કામગીરીથી આવક રૂ. ૬૭.૯૫ કરોડ નોંધાઈ હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૪૬.૫૫ કરોડની આવક કરતાં વાર્ષિક ધોરણે ૪૬ ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૪દ્ગક્ર ચોથા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. ૧૨.૫૫ કરોડ હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૧૦.૬૦ કરોડની એબિટા કરતાં ૧૮.૪ ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૪ના ચોથા ત્રિમાસિક ગાળા માટે ઈપીએસ શેરદીઠ રૂ. ૧.૨૨ હતી. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૨૦ ટકાના દરે ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યુ હતું જે વાર્ષિક સામાન્ય સભામાં મંજૂરીને આધીન રહેશે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
