News of Tuesday, 21st May 2024
આગ્રામાં ફુટવેરના ત્રણ વેપારીના ત્યાં આઇટી દરોડાના તાર ગુજરાત સુધી પહોંચ્યા
આગ્રાથી સીધી ખરીદી કરતા અમદાવાદના સારંગપુર ઉપરાંત રાજકોટ-વડોદરાના હોલસેલરોના નામ ખૂલ્યા
હોલસેલરો અને રિટેઇલરોના ઇનવોયસ, ટ્રાન્સપોર્ટ લોરી રિસિપ્ટ આઇટીને મળી, હજુ વધુ રોકડ મળે તેવી શકયતા

આગ્રા,તા. ૨૧: આગ્રામાં આવકવેરાના અધિકારીઓએ ફૂટવેરના ત્રણ મોટા વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી કરતા માત્રા ગુજરાત જ નહિ દેશના ફૂટવેરના મોટા હોલસલેરોને વર્ષે દહાડે કેટલો માલ ટન્સપોર્ટ મારફત સપ્લાય કરાયો તેની વિગતો મેળવી છે. ગુજરાતમાં અમદાવાદ,રાજકોટ અને વડોદરાના હોલસેલર અને રિટેઇલરોના ઇનવોયલસના આધારે વેલ્યુએશન શરૂ કરાયુ છે જેનો આંકડ ૩૦૦થી ૪૦૦ કરોડનો અંદાજવામા આવી રહ્યો છે. માત્ર અમદાવાદના ૧૦૦માંથી ૬૫ જેટલા હોલસેલરો ચેક અને કેશથી ટાન્સઝેકશન કરી રહ્યા છે. હોલસેલરો પોસથી માલ લેવાના કારણે માર્કેટ પ્રાઇઝ ઉંચી રહેતી હોવાથી રિટેઇલરો સીધા આગ્રા જઇને ઓર્ડર આપીને ખરીદી કરી રહ્યા છે.
આવકવેરા વિભાગે ગુજરાતના હોલસેલરો અને રિટેઇલરોની અલગ યાદી બનાવીને હિસાબી ચોપડા સાથે આઇટી ઓફિસ બોલાવવાનુ શરૂ કરી દીધુ છે. હોલસેલ વેપારીઓને આપવામા આવેલા માલ અને તેની સામે કેટલા ચૂકવણા કરાયા તેનુ ક્રોસ વેરિફકેશન કરાશે ત્યાર બાદ ગુજરાતના વેપારીઓએ કેટલો જીએસટી અને ઇન્કમટેકસની ચોરી કરી છે તેનુ આખુ કૌભાડ બહાર આવી જશે. આગ્રા દેશનુ સૌથી મોટુ ફૂટવેરનુ હબ છે અને મોટાભાગે લેધરના ફૂટવેરની ડિમાન્ડ વધારે હોવાથી હોલસેલરો અને રિટેઇલરો આગ્રા જાય છે. ટન્સપોર્ટ લોરી રિસીપ્ટ પણ આઇટીએ જપ્ત કરી છે. ફૂટવેરના વેચાણના દસ્તાવેજો ડીજીટલ ડિવાઇઝમાં સ્ટોર કરાયા છે. હાલ ૬૦ કરોડની રોકડ પકડાઇ છે પણ હજુ ૨૫થી ૩૦ કરોડ અન્ય સ્થળેથી પકડાય તેવી આઇટીના ટોચના સૂત્રોએ માહિતી આપી છે.
આગ્રાના ત્રણ વેપારીઓના નિવાસ સ્થાન ,ગોડાઉન અને તેમના અંગત સ્ટાફના માણસોને નિવાસસ્થાને રાખેલી રોકડ પકડાઇ છે. અંદાજે ૨૦ જેટલા લોકરો સીલ કરાયા છે એટલુ જ નહિ કરોડો રૂપિયાની જવેલરી પકડાઇ છે પણ હાલ વેલ્યુએશન ચાલી રહ્યુ છે. રૂા.૨૦૦માં લીધેલી સાદી ચપ્પલ દુકાનમાં આવલા ૯૦૦ રૂપિયાની થઇ જાય છે. (૨૨.૨)
૫૦૦ કરોડના વેચાણના હિસાબો આઇટીને મળતા નથી
આવકવેરા વિભાગને ૫૦૦થી વધારે કરોડના વેચાણના હિસાબો મળતા નથી. ઓનમની લેવાયેલી રકમનુ અન્ય મિલકતોમાં રોકાણ કરાયુ હોવાની આઇટી વિભાગને પ્રબળ શંકા છે. અગાઉ અમદાવાદના અંબિકા ફટાકડાના વેપારીને ત્યાં દરોડા દરમ્યાન વર્ષે દહાડે એક હજાર કરોડના ફટાકડાના વેચાણના દસ્તાવેજો મળ્યા હતો તેમાં રાજય વ્યાપી નહિ પણ દેશભરમાં નેટવર્ક ફેલાયેલુ હતુ. આઇટી વિભાગે સીઝનલ બિઝનેશ કરતા અને ફૂટવેરના વેપારીઓ તરફ નજર ફેરવી છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
