<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

પાંચમાં તબક્કામાં તમામ આઠ રાજ્‍યોમાં ૬૦.૪૮ ટકા મતદાન

૨૦૧૯ની સરખામણીમાં મતદાનમાં ઘટાડો

નવી દિલ્‍હી તા. ૨૧ : લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રથમ તબક્કામાં ૬૬.૧૪%, બીજા તબક્કામાં ૬૬.૭૧% અને ત્રીજા તબક્કામાં ૬૫.૬૮% મતદાન નોંધાયું હતું. ૨૦૧૯ની સરખામણીમાં આ વખતે ત્રણ તબક્કામાં ઓછું મતદાન થયું છે. જો કે, ચોથા રાઉન્‍ડમાં ૯૬ બેઠકો પર ૬૯.૧૬% મતદાન થયું હતું જયારે ૨૦૧૯માં આ બેઠકો પર ૬૯.૧૨% મતદાન થયું હતું. પાંચમા રાઉન્‍ડમાં તમામ આઠ રાજયોમાં ૬૦.૪૮ ટકા મતદાન થયું હતું.

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન સોમવારે સમાપ્ત થયું. આ તબક્કામાં આઠ રાજયોની ૪૯ બેઠકો પર ૬૯૫ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. પાંચમા રાઉન્‍ડમાં ઉત્તર પ્રદેશની ૧૪ બેઠકો પર સૌથી વધુ મતદાન થયું હતું જયારે જમ્‍મુ અને કાશ્‍મીર અને લદ્દાખમાં એક-એક બેઠક પર સૌથી ઓછા મતો પડ્‍યા હતા.

વોટર ટર્નઆઉટ મોબાઈલ એપ પર ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, પાંચમા તબક્કામાં ૪૯ બેઠકો પર ૫૦.૪૮ ટકા મતદાન થયું હતું. જો કે, આ આંકડો ફેરફારને પાત્ર છે. ૨૦૧૯માં આ ૪૯ બેઠકો પર ૬૨.૦૧ ટકા મતદાન થયું હતું. અત્‍યાર સુધીની ચૂંટણીમાં વોટ ટકાવારી એક મોટો ચર્ચાનો વિષય રહ્યો છે. વિપક્ષે ચૂંટણી પંચ પર મતદાનના આંકડા આપવામાં વિલંબનો આરોપ લગાવ્‍યો હતો, જેને પંચે નકારી કાઢ્‍યો હતો. શાસક પક્ષે કહ્યું કે વિપક્ષે હાર સ્‍વીકારી લીધી છે.

(10:03 AM IST)