News of Tuesday, 21st May 2024
પીએમ મોદી આજે વારાણસીમાં ૨૫,૦૦૦ મહિલાઓ સાથે સંવાદ કરશે

કાશી તા. ૨૧ : વડાપ્રધાન મોદી પ્રયાગરાજ અને વારાણસીમાં જાહેરસભા કરશે. અલ્હાબાદ અને ફુલપુરની બે લોકસભા બેઠકો માટે પ્રયાગરાજના પરેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧.૩૦ વાગ્યે તેમની પ્રથમ જાહેર સભા યોજાય હતી. આ પછી, સાંજે ૫.૩૦ વાગ્યે, સાસનપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત ‘નારી શક્તિ સંવાદ' કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ લગભગ ૨૫,૦૦૦ મહિલાઓને સંબોધિત કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
