<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

નરેન્‍દ્રભાઇએ સુશીલકુમાર મોદીના પરિજનોને સાંત્‍વના પાઠવી

પટના : ભાજપના નેતા સુશીલકુમાર મોદીનું થોડા દિવસો પહેલા અવસાન થયુ હતુ. નરેન્‍દ્રભાઇએ બિહાર પ્રવાસ દરમિયાન પટના ખાતે તેમના નિવાસસ્‍થાને જઇ સુશીલકુમાર મોદીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી પરિજનોને સાંત્‍વના પાઠવી હતી. નરેન્‍દ્રભાઇએ ટવીટ કરી જણાવેલ કે ભાજપના લોકપ્રિય નેતા સુશીલકુમાર મોદીજીની કમી બિહારમાં પાર્ટીના દરેક કાર્યકર્તાને અનુભવાઇ રહી છે. આજે પટના આવ્‍યા બાદ તેમને યાદ કરી મારૂ મન ખુબ જ ભાવુક છે. અહીં તેમના પરિજનોને મળી તેમના દુઃખમાં સહભાગી થયો હતો.

(11:32 AM IST)