News of Tuesday, 21st May 2024
અમિત ત્રિવેદી મતદાન મથકે જઈને પણ મતદાન ન કરી શકયા
સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો લગભગ દોઢ કલાક સુધી કતારમાં ઉભા રહ્યા બાદ મને કહેવામાં આવ્યું કે મારૂ નામ રજીસ્ટરમાં નથી અને હું મતદાન કરી શકું તેમ નથી : અમિત ત્રિવેદી

નવી દિલ્હી, તા.૨૧: અમિત ત્રિવેદી હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત સંગીતકાર છે. તેઓ દેવ ડી, લૂંટેરા, કાઈ પો છે, ઉડતા પંજાબ જેવી ફિલ્મોમાં સુપરહિટ સંગીત આપવા માટે જાણીતા છે. તેઓ ૨૦ મેના રોજ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે પણ મતદાન કરવાના હતા, પરંતુ તેઓ તેમ કરી શકયા નહીં. વાસ્તવમાં તેમનું નામ મતદાર યાદીમાં નહોતું, જેના કારણે તેઓ મતદાનથી વંચિત રહ્યા હતા.
વોટ ન કરી શકયા બાદ તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. અમિતે ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કરીને કહ્યું કે તે મતદાન કરવા માટે પોલિંગ બૂથ પર ગયો હતો અને સ્લિપ પણ બતાવી હતી, પરંતુ તેમ છતાં તે મતદાન કરી શકયો ન હતો. તેણે કહ્યું કે મારી પાસે મારું આધાર અને મતદાર આઈડી પણ છે, પરંતુ મતદાન મથક પર મને કહેવામાં આવ્યું કે સ્લિપમાં લખેલ બૂથ નંબર તમારો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે લગભગ દોઢ કલાક સુધી કતારમાં ઉભા રહ્યા બાદ મને કહેવામાં આવ્યું કે મારું નામ રજીસ્ટરમાં નથી અને હું મતદાન કરી શકું તેમ નથી. આ વીડિયોમાં તેણે વધુમાં જણાવ્યું કે લગભગ ૨૦૦-૩૦૦ લોકોના નામ લિસ્ટમાં નહોતા, જેના કારણે તેમને પણ પરત કરવામાં આવ્યા હતા.
આ વીડિયોની સાથે અમિતે કેપ્શનમાં લખ્યું કે, મત આપવો આપણો બંધારણીય અધિકાર છે. આજે મને તે અધિકારથી વંચિત રાખવામાં આવ્યો અને હું અસહાય અનુભવું છું.ૅ શું આવું કોઈ બીજા સાથે થયું છે, તો શા માટે અને કેવી રીતે? આ પોસ્ટ પછી લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી, ત્યારબાદ સંગીતકારે બીજી પોસ્ટ કરી. તેણે પોતાની બીજી પોસ્ટમાં લખ્યું, મેં તમારા જવાબો અહીં જોયા. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે બધું ઓનલાઈન ચેક કરવામાં આવ્યું હતું. હું અને પરિવારના અન્ય સભ્ય યોગ્ય બૂથ પર હતા, એકે મતદાન કર્યું પરંતુ બીજાએ ન કરી શકયા
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
