<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

કોર્ટ ન્‍યાય મંદિર છે તો ન્‍યાયિક અધિકારીઓએ ટોચના પુરોહિત સમાન કામ કરવું જોઈએ

અલ્‍હાબાદ હાઇકોર્ટનો દહેજ મામલે મહત્‍વનો ચુકાદો : જિલ્લા જજની અરજી ફગાવી : બરતરફ અકબંધ

પ્રયાગરાજ તા. ૨૧ : અલ્‍હાબાદ હાઈકોર્ટે દહેજની માંગના કેસમાં જુનિયર જજને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાના આરોપમાં જિલ્લા ન્‍યાયાધીશની બરતરફીને સમર્થન આપ્‍યું છે. જસ્‍ટિસ સૌમિત્ર દયાલ સિંહ અને જસ્‍ટિસ દોનાડી રમેશની ડિવિઝન બેન્‍ચે કહ્યું કે જો કોર્ટ ન્‍યાયનું મંદિર છે તો ન્‍યાયિક અધિકારીઓએ ટોચના પૂજારીઓની જેમ કામ કરવું જોઈએ. હટાવાયેલા એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ જજ ઉમેશ કુમાર સિરોહીની રિટ પિટિશનને ફગાવી દેતાં બેન્‍ચે કહ્યું હતું કે, પોતાના કે પોતાના નજીકના લોકોનો લાભ લેવાના ઈરાદાથી કરવામાં આવેલ કોઈપણ કૃત્‍ય સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અરજીમાં રાજય સરકારના ૧૬ એપ્રિલ, ૨૦૨૧ના આદેશને પડકારવામાં આવ્‍યો હતો. અલ્‍હાબાદ હાઈકોર્ટના રજીસ્‍ટ્રાર (ન્‍યાયિક, ગોપનીય)ના પત્રના આધારે બરતરફીનો આદેશ પસાર કરવામાં આવ્‍યો હતો. તે સમયે ઉમેશ કુમાર સિરોહી લલિતપુરમાં અધિક જિલ્લા સેશન્‍સ જજ તરીકે ફરજ બજાવતા હતા. હાઈકોર્ટે તપાસ અધિકારીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવા અને દહેજની માંગણી કરવાના આરોપો સાચા હોવાનું શોધી કાઢ્‍યું હતું.

ખંડપીઠે જણાવ્‍યું હતું કે, ગંદી માછલીને તળાવમાં રાખી શકાતી નથી, જો તે ચિહ્નિત હોય. ભૂલના માર્જિનને મંજૂરી આપી શકાતી નથી કારણ કે તે એક ન્‍યાયિક અધિકારી માટે બીજા ન્‍યાયિક અધિકારીને પ્રભાવિત કરવાના દરવાજા ખોલે છે.

ઉમેશ કુમાર સિરોહીની પત્‍નીએ તેની ભાભી અને તેના મામા પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે કેસની સુનાવણી દરમિયાન સિરોહીએ એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના પર મેરઠના તત્‍કાલિન જિલ્લા ન્‍યાયાધીશ પર પક્ષપાતનો ખોટો આરોપ લગાવવાનો પણ આરોપ છે

(11:46 AM IST)