News of Tuesday, 21st May 2024
તેજી બાદ પ્રત્યાઘાતી ઘટાડો : સોનામાં ૪૦૦ - ચાંદીમાં ૫૦૦ રૂા. તૂટયા
સોનાના ભાવ ઘટીને ૭૬,૬૦૦ રૂા. અને ચાંદીના ભાવ ૯૪,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા. ૨૧ : સોના-ચાંદીનાભાવમાં સતત તેજી બાદ આજે પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. સોનામાં ૪૦૦ રૂા. તૂટયા સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૭૭૦૦૦ રૂા. હતા તે ઘટીને ૭૬,૬૦૦ રૂા. અને ચાંદીમાં ૫૦૦ રૂા.નો ઘટાડો થતા ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૪,૫૦૦ રૂા. હતા તે ઘટીને ૯૪,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
