<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

શું છે ચાના દિવસની ઉજવણી કરવાનો ઈતિહાસ ?

ઙ્ગઆંતરરાષ્ટ્રીય ચા દિવસ

નવી દિલ્હી, તા.૨૧: મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે. પાણી પછી ચા એ વિશ્વનું બીજું સૌથી લોકપ્રિય પીણું છે. ચાના સન્માનમાં આખો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. દર વર્ષે ૨૧મી મેને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ભારતીયોને માટે તો વિશ્વ ચા દિવસ એક દિવસનો થોડો હોય છે? એ તો ત્રણસો ને પાંસઠ દિવસ ર્ીંર્ચાીંનાં આ પર્વને ઊજવતા હોય છે. ચા વગર દિવસની શુભ શરૂઆત તો કરે જ છે, પણ દિવસ દરમિયાન પણ ચાની ચુસકી લેવાનું ચૂકતા નથી. સાઈઠ વટાવી ગયેલાં જ નહીં, યંગસ્ટરમાં પણ ચાનો ક્રેઝ જોવા મળે છે.

ચાની ખેતી ઘણા દેશોમાં આજીવિકાનું મુખ્ય સાધન છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો હેતુ લોકોને પ્રચા પીવાના ફાયદાઓ વિશે જણાવવાનો અને ચાના વપરાશને પ્રોત્સાહન આપવાનો છે. આસામ ભારતનું પ્રથમ રાજ્ય હતું જ્યાં ચાના બગીચાઓ વાવવામાં આવ્યા હતા. ચાલો આપણે જાણીએ આંતરરાષ્ટ્રીય ચા દિવસના ઇતિહાસ, ઉદ્દેશ્ય અને મહત્વ વિશે.

આંતરરાષ્ટ્રીય ચા દિવસ ૨૦૦૫ થી ઉજવવામાં આવે છે, પરંતુ અગાઉ તે ૧૫ ડિસેમ્બરે ઉજવવામાં આવતો હતો. ૨૦૧૫ માં સંયુકત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને સંયુકત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો સત્તાવાર પ્રસ્તાવ મૂક્યો હતો. જેને ૨૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ માન્યતા આપવામાં આવી હતી અને ૨૧ મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ૨૧ મે ૨૦૨૦ ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ચાનો વપરાશ વધારવાનો અને લોકોને તે પીવાના સ્વાસ્થ્ય લાભો વિશે જાગૃત કરવાનો છે. આ ઉપરાંત ચાના વેપાર સાથે સંકળાયેલા લોકોને ચાની ચૂંટવી,સૂકવવું કે પેક કરવી તેના વિશે પરિચિત કરવવાનો ઉદ્દેશ પણ આ દિવસનો.

મર્યાદિત માત્રામાં ચા પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ચા પીવાથી શરીર અને મન તો તાજા રહે છે પરંતુ હૃદય સંબંધિત સમસ્યાઓમાં પણ ચા ફાયદાકારક છે. શરદી અને ઉધરસમાં રાહત આપવા ઉપરાંત ચા ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને માથાનો દુઃખાવો દૂર કરવામાં પણ અસરકારક છે

(3:36 PM IST)