<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

વિમાન સાથે અથડાતા ૩૬ ફલેમિંગોના મોત

મુંબઇના અલગ-અલગ વિસ્‍તારોમાંથી મળ્‍યા મૃત પક્ષીઓ

મુંબઇઃ ‘‘રાઇઝિંગ એસોસિએશન ફોર વાઇલ્‍ડલાઇફ વેલફેર' ના સ્‍થાપક અને વન વિભાગના માનદ વન્‍યજીવ વોર્ડન પવન શર્માએ જણાવ્‍યું હતું કે ઘાટકોપરમાં કેટલાક સ્‍થળોએ મૃત-પક્ષીઓ જોવા મળ્‍યા હોવાના ઘણા ફોન આવ્‍યા. કહેવાય રહ્યું છે કે મુંબઇ આવી રહેલી અમીરાતની ફલાઇટ સાથે ટકરાવવાથી ૩૬ ફલેમિંગોના મોત થયા છે.

આ ઘટના ગઇકાલ રાતની જણાવવામાં આવી રહી છે. આ અથડામણને કારણે પ્‍લેનને પણ નુકસાન થયું હોવાનું કહેવાય છે. જો કે વિમાન એરપોર્ટ પર સુરક્ષિત ઉતરી ગયું હતું. હાલ તમામ મુસાફરો પણ સુરક્ષિત હોવાનું કહેવાય છે.

(3:37 PM IST)