<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

અમિત શાહ વિરૂધ્ધ વાંધાજનક નિવેદન અંગેના કેસમાં રાહુલ ગાંધીને બીજી વાર સમન્સ પાઠવ્યુ

આ કેસ વર્ષ ૨૦૧૮માં બીજેપી કાર્યકર નવીન ઝા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી તા. ૨૧ : લોકસભા ચૂંટણી ૨૦૨૪ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સાંસદ - ધારાસભ્ય કોર્ટે તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરૂધ્ધ તેમની વાંધાજનક ટિપ્પણી સંબંધિત કેસમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સમન્સ જારી કર્યું છે. આ કેસમાં રાહુલને બીજી વખત સમન્સ જારી કરવામાં આવ્યું છે. કોર્ટે વર્ષ ૨૦૧૮માં તેમને પ્રથમ વખત સમન્સ જારી કર્યા હતા.

સાંસદ - ધારાસભ્ય કેસની સ્પેશિયલ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સાર્થક શર્માની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ફરિયાદીના એડવોકેટ બિનોદ કુમાર સાહુએ રાહુલ ગાંધી સામે સમન્સ જારી કરવાની વિનંતી કરી હતી. કોર્ટે રાહુલ ગાંધીને આ કેસમાં બીજી વખત હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે. ૨૦૧૮માં કેસ નોંધાયા બાદ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યા હતા. એટલે કે વર્ષ ૨૦૧૮માં પ્રથમ વખત અને ૨૦૨૪માં છ વર્ષ બાદ બીજી વખત આ કેસમાં બીજી વખત સમન્સ જારી કરવામાં આવશે.

આ કેસ વર્ષ ૨૦૧૮માં બીજેપી કાર્યકર નવીન ઝા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (હવે ભૂતપૂર્વ) એ દિલ્હીમાં યોજાયેલા સંમેલનમાં ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરૂદ્ઘ વાંધાજનક ટિપ્પણી કરી હતી. નવીન ઝાના જણાવ્યા અનુસાર, આ દરમિયાન રાહુલે કહ્યું હતું કે આવી વ્યકિત ભાજપમાં અધ્યક્ષ બની શકે છે પરંતુ કોંગ્રેસમાં આવું ન થઈ શકે. આ નિવેદનથી તે દુખી છે. પાર્ટીની છબી ખરડાઈ છે. આ કારણોસર અરજી દાખલ કરવામાં આવી છે. અરજી દાખલ થયા બાદ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યા હતા

(4:06 PM IST)