<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

પરિવાર દીઠ ૧પ લાખ, ર કરોડ નોકરી તથા ખેડુતોની આવક બમણી કરવાના વાયદા પુરા થયા ?: ખરગેનો વેધક સવાલ

હરિયાણાના યમુનાનગર ખાતે આ ચુંટણી જનતા-ભાજપ વચ્ચે હોવાનું જણાવતા કોંગ્રેસ અધ્યક્ષ

ચંદીગઢ તા.ર૧ : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખરગેએ હરિયાણાના યમુનાનગર ખાતે જનસભાને સંબોધતા ભાજપ અને સંઘ પર આકરા પ્રહારો કર્યા હતા.

જનસભામાં ખરગેએ જણાવેલ કે, આજે દેશનું  પીએમથી લઇ અને જીલ્લા પંચાયતના સભ્ય સુધીનું કોઇપણ પદ કોઇપણ વ્યકિતને મળી શકે તે ડો.બાબા સાહેબ આંબેડકરજીની દેન છે. તેમણે બંધારણ બનાવ્યું ત્યારે જ આજે આ સંભવ બન્યું છે.

ભાજપ અમને પુછે છે કે તમે શું કર્યુ ? અમે ઘણુ કર્યુ છમે નહેરૂજીએ મોટા મોટા ડેમ બંધાવ્યા, મોટા કારખાના બનાવી રોજગારીનું સર્જન કર્યુ છે. જયારે મોદીજીના જમનામાં રોજગારી બંધ થઇ અને મોંઘવારી વધી હોવા છતા તેઓ પોતાને સાથ આપવા અને દેશનો વિકાસ કરવાની વાતો કરે છે.

તમે બેરોજગારી છીનવો છે, લોકોના ટેકસથી બનાવાયેલ પબ્લીક સેકટરો અંબાણી - અદાણી જેવા અમીરોના હવાલે કરો છો. પૈસા અમારા અને તમે તમારા મિત્રોને લાભ આપો છો ઇન્દીરાજી પાકિસ્તાનના ભાગલા કરી નવા દેશ  બાંગલાદેશને અસ્તીત્વમાં લાવ્યા હતા.

રાજીવ ગાંધીએ દેશમાં સંચાર, આઇટી ક્રાંતિ અને આધુનિક પંચાયતી રાજ જેવા ઘણા મહત્વપુર્ણ પગલા ઉઠાવ્યા હતા. પંચાયતી રાજના કારણે દેશમાં ૩૦ લાખથી વધુ પંચાયત પ્રતિનિધિ બન્યા, જેમાંથી ૧૪ લાખથી વધુ મહિલાઓ હતી. તેમણે મતદાનની ઉંમર ૧૮ વર્ષ કરી અને યુવાઓને મતાધિકાર અપાવ્યો. આ બધી કોંગ્રેસની દેન છે.

મોદી મોદી બોલનારા અનેક લોકો છે હું મોદીનો નહીં પણ મોદીની વિચારધારાનો વિરોધી છુ તેની સામે લડુ છુ, સંઘની વિચારધારા વિરૂધ્ધ લડુ છુ. બંધારણ અને લોકતંત્રને ખતમ કરનાર સામે લડીએ છીએ. દેશની જનતા પણ હોંશીયાર છે. આ ચુંટણી જનતા અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસ અને ઇડી ગઠબંધન આ લડાઇ લડનારની સાથે છે.

પહેલી  ચુંટણી વખતે મોદીજીએ કહયુ હતું કે હું સ્વીસ બેંકમાં રાખેલ કાળુ નાણુ પરત લાવીશ અને દરેક પરિવારને ૧પ-૧પ લાખ આપીશ. જે જનતાને નથી મળ્યા. ત્યારબાદ તેમણે દર વર્ષે ર કરોડ નોકરીની વાત કરી હતી તો ૧૦ વર્ષમા૦ ર૦ કરોડ બેરોજગારોને નોકરીમ ળી કે નહી તે પણ પ્રશ્ન છે. ત્યારબાદ તેમણે ખેડુતોની આવક ડબલ કરવાનું જણાવ્યું હતુ. ધરતી પુત્રોને પણ આવકમાં વધારો નથી થયો.

(4:12 PM IST)