<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

કાલે બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે, આ સિસ્ટમ્સ વધુ મજબૂત બનશે

તો ર૭મી આસપાસ ગુજરાતમાં વરસાદની શકયતા આ સિસ્ટમ્સ પ્રારંભે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે, લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયા બાદ મજબુત બનશે

અમદાવાદ, તા.ર૧ : આ અઠવાડિયે ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમીની આગાહી કરવામાં આવી છે, ત્યારે આવતીકાલ સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઇ તેવી શક્યતા છે. જો કે, આ નીચા દબાણનું ક્ષેત્ર મોસમના પ્રથમ પ્રી-મોન્સુન ચક્રવાતી વાવાઝોડામાં  પરિવર્તિત થવાની શક્યતા ઓછી છે. પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્ર, નવી દિલ્હીએ હવામાન આગાહીમાં જણાવ્યું હતું કે, શુક્રવાર સવાર સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની ધારણા છે.

આવતીકાલે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બને તેવી શક્યતા છે અને તે શરૂઆતમાં ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે અને પછી શુક્રવારે સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર સ્થિર થઇ જશે.હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું, કે નીચા દબાણવાળા વિસ્તાર અથવા ડિપ્રેશન વેધર સિસ્ટમ્સને કારણે નોંધપાત્ર વરસાદ થાય છે અને આ સમયગાળા દરમિયાન આ પ્રેશર ચોમાસાની શરૂઆત કરવામાં મદદરૂપ થઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ-પિ?મ બંગાળની ખાડીમાં ૨૨મેના રોજ એક લૉ-પ્રેશર એરિયા સર્જાશે અને તે શરૂઆતમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે. આ સિસ્ટમ ૨૪ કે ૨૫ મેના રોજ વાવાઝોડું બની શકે છે અને તે ઓડિશા તથા આંધ્ર પ્રદેશના દરિયાકિનારે ટકારાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

હવામાન નિષ્ણાતોના આંકલન મુજબ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયા બાદ તીવ્ર બને તેવી શક્યતા જોવાઇ રહી છે. તે આંધ્રપ્રદેશ ઓડિશાના દરિયાઇ કાંઠે ટકારાયા બાદ આ તેની ગતિ ધીમી પડી જશે. જેની અસર મહારાષ્ટ્ર ગુજરાત પર પણ તેની અસર થઇ શકે છે. આ સમય દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાનનાં કેટલાંક મૉડલ એવું પણ દર્શાવી રહ્યાં છે કે. ૨૨ મેએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે અને ૨૪ મેએ ડિપ્રેશનમાં લો-પ્રેશર ફેરવાશે. જેના કારણે ગુજરાતમાં ૨૭મીએ મેના આસપાસ વરસાદની શક્યતા જોવાઇ રહી છે.

(4:21 PM IST)