<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

અઢી લાખનું વળતર બચાવવા વીમા કંપની ૮ વર્ષ લડી કેસ પણ અંતે મળી હાર

બિલાસપુરઃ અઢી લાખ રૂપિયા વળતરના ના ચૂકવવા પડે એટલા માટે વીમા કંપની ૮ વર્ષ સુધી કેસ લડી છેવટે હાઇકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.

કેસની વિગતો અનુસાર, સપ્ટેમ્બર ૨૦૧૫ની સવારે ૩ વર્ષની બાળકી અકલતરા વિસ્તારના ગામ પોડી દલહાની કોયસ્ક બેંક પાસે ઉભી હતી. તે વખતે સીમેન્ટ ભરેલા ટ્રેકટરના ડ્રાઇવરે તેને હડફેટેમાં લીધી હતી. અને તેનું ઘટના સ્થળે જ મોત થઇ ગયુ હતું. બાળકીના વાલીઓએ એકસીડેન્ટ કલેઇમ મુકતા એકસીડેન્ટ ઓથોરીટી જાંજગીરે ટ્રેકટર માલિક, ચાલક અને વીમા કંપનીને સંયુકત રૂપે અઢી લાખનું વળતર ચુકવવા આદેશ આપ્યો હતો.

તેના વિરૂધ્ધ ધ ઓરીયેન્ટલ ઇન્સ્યોરસ કંપની લીમીટેડના બ્રાંચના મેનેજરે હાઇકોર્ટમાં અપિલ કરી હતી. વીમા કંપનીની અપિલનો ૮ વર્ષ પછી ચુકાદો આવ્યો જેમાં અપીલને રદ કરીને ટ્રીબ્યુનલના હુકમને યથાવત રખાયો હતો.

(4:49 PM IST)