News of Tuesday, 21st May 2024
ચારધામ યાત્રાની તૈયારી કરી રહ્યા છો?
સહુ કોઇ માટે બહુ મહત્વની છે આ વિગતો

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઇને ધામી સરકારે મોટો નિર્ણય લીધો છે. શ્રધ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે ૩૧ મે સુધી ઓફલાઇન રજીસ્ટ્રેશન બંધ કરી દીધું છે. મુખ્યમંત્રી પુષ્કરસીંહ ધામીએ સોમવારે સમીક્ષા બેઠકમાં ઓફ લાઇન રજીસ્ટ્રેશન સ્થગિત જ રાખવાના નિર્દેશ આપ્યા છે. ધામીએ કહ્યું કે ચારધામમાં નિશ્ચિત સંખ્યા પ્રમાણે જ શ્રધ્ધાળુઓને મોકલવામાં આવે. જે શ્રધ્ધાળુ રજીસ્ટ્રેશન વગર ઉત્તરાખંડમાં પ્રવેશ કરી ચૂકયા છે. તેમને રાજયના અન્ય ધાર્મિક, પૌરાણિક અને પર્યટન સ્થળો પર જાવ માટે પ્રેરિત કરવાનું સૂચન અપાયું. આ ઉપરાંત યાત્રાળુઓને સ્પષ્ટ કરી દેવામાં આવે કે ચારે ધામોમાં નિશ્ચિત સંખ્યા અને નકકી કરાયેલ માપદંડ અનુસાર જ દર્શન માટે મોકલવામાં આવશે.
મુખ્યમંત્રી ધામીએ ગઢવાલના કમિશ્નર અને આઇજીને યાત્રાનો ડાયવર્ઝન પ્લાન તૈયાર કરવાના પણ આદેશ આપ્યા. મુખ્યમંત્રીએ ટૂર ઓપરેટરો માટે પણ એક એડવાઇઝરી જાહેર કરવાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે ટૂર ઓપરેટરોને તાકીદ કરવામાં આવે છે કે તેઓ પ્રવાસન વિભાગ સાથે સમન્વય બનાવીને જ શ્રધ્ધાળુઓને ચારધામ યાત્રા પર લાવે. રજીસ્ટ્રેશન વગરના કોઇપણ તીર્થયાત્રી ચારધામની યાત્રા પર ના આવે તે બાબતે મુખ્યમંત્રીએ બધા અધિકારીઓને પણ તાકીદ કરી છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
