<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

પુસ્તકો મોંઘા થતા, ઇ બુકસ હવે વિદ્યાર્થીઓની પહેલી પસંદગી

ઇ-બુકસના ફાયદા-ગેરફાયદા પણ સમજવા જેવા છે

ભોપાલ તા. ર૧: મોંઘા પુસ્તકોના કારણે વિદ્યાર્થીઓએ હવે ફીઝીકલ બુકસના બદલે ઓનલાઇન સ્ટડી મટીરીયલ્સને પ્રેફરન્સ આપવાનું શરૂ કરી દીધું છે. તેમની પહેલી પસંદગી ઇ-બુકસ બની રહી છે. રાજય ઓપન બોર્ડ દ્વારા પરીક્ષા આપવા લગભગ પ૦,૦૦૦ વિદ્યાર્થીઓ પુસ્તકોના બદલે ડીજીટલ મોડથી તૈયારી કરી રહ્યા છે. આવી જ રીતે યુનિવર્સિટી અને અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ ઓનલાઇન કોર્સ મટીરીયલને પોતાના ફોનમાં સેવ કરી લે છે. આનાથી મોટા-મોટા પુસ્તકોની ઝંઝટ ખતમ થઇ ગઇ છે. ખર્ચમાં પણ બચત થાય છે. સગવડ એ પણ મળે છે કે જયાં પણ મોકો મળે અભ્યાસ કરી શકાય છે.

ઇ બુકસના ફાયદા અને ગેરફાયદા

ફાયદા

ઇ બુકસ કાગળના બદલે ડીજીટલ રૂપમાં હોય છે જેને કોમ્પ્યુટર, મોબાઇલ અને અન્ય ટીજીટલ ઉપકરણો પર વાંચી શકાય છે. એક વાચક પોતાના નાનકડા ફોનમાં હજારો ઇ બુકસ સંગ્રહી શકે છે જેના કારણે ઘણી જગ્યા બચી જાય છે. તેને સાચવવાની ચિંતા નથી રહેતી.

ગેરકાયદા

પુસ્તકોમાં વાંચેલ વસ્તુ લાંબો સમય યાદ રહે છે. મોબાઇલ દ્વારા વાંચેલ ચીજ લાંબો સમય યાદ નથી રહેતી. એટલે વિદ્યાર્થી માત્ર પાસ થવા માટે જ વાંચે છે. પુસ્તક જયારે તમે વાંચો છો તો પુસ્તકો પ્રત્યે એક લગાવ ઉભો થાય છે અને તેના લીધે તેમાં લખેલ વાતોને પોતાના જીવનમાં ઉતારાય છે. પણ ઓનલાઇન પુસ્તકોમાં આવું નથી થતું. મોબાઇલનો વધારે ઉપયોગ માનસિક મુશ્કેલીઓ ઉભી કરે છે.

(4:57 PM IST)