News of Tuesday, 21st May 2024
જેટલું કામ ૧૦ વર્ષમાં થયું તેનાથી વધુ પ વર્ષમાં કરીશું : નરેન્દ્રભાઇએ આપી ગેરેન્ટી
બિહારના પૂર્વી ચંપારણમાં પૂર્વ સરકાર તથા વિપક્ષો પર પીએમએ નિશાન સાધ્યુ

પટના, તા. ર૧ : નરેન્દ્રભાઇ આજે બિહારના પ્રવાસે છે. તેઓ ગઇકાલે મોડી રાત્રે પટના પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભાજપના નેતા સુશીલકુમાર મોદીનું તાજેતરમાં અવસાન થતા તેમના પરિજનોને મળી સાંત્વના પાઠવી હતી. ઉપરાંત નરેન્દ્રભાઇએ પ્રદેશ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે મુલાકાત પણ કરી હતી.
આજે પૂર્વી ચંપારણ ખાતે વિશાળ જનસભાને સંબોધન કરતા જણાવેલ કે, તમારા આ ઉત્સાહ અને આશીર્વાદથી દેખાઇ રહ્યું છે કે છઠ્ઠા અને સાતમાં તબક્કાના મતદાનમાં શું થવાનું છે. પહેલા ચરણમાં ઇંડી ગઠબંધન પસ્ત થયેલ, ત્યારબાદના તબક્કાઓમાં ધ્વસ્ત થયેલ અને ગઇકાલે થયેલ મતદાનમાં ઇંડી પુરી રીતે પરાસ્ત થયું છે.
પોતાને જનતાના માઇ-બાપ સમજનાર આ લોકોને જનતા એવી કચકચાવીને હાર આપશે કે દુનિયા જોતી રહી જશે. રક્ષ્ મી સદીનું ભારત ઇંડી ગઠબંધનના પાયો સાથે આગળ ન વધી શકે. એટલે દરેક ચૂંટણીમાં કોંગ્રેસ-આરજેડી જેવા દળો પર જનતા જોરથી પ્રહાર કરી રહી છે. ૪ જુને ઇંડીવાળાઓના ઇરાદાઓ પર સૌથી મોટો પ્રહાર થશે.
કોંગ્રેસે સતામાં આવ્યાના પ્રથમ દિવસે જ બાપુને પુરી રીતે છોડી દીધા, બાપુના આચાર-વિચાર અને આદર્શોને છોડી દીધા. તેમણે પોતાનું સમગ્ર ધ્યાન ફકત અને ફકત એક પરિવારને આગળ વધારવા પર આપ્યું. કોંગ્રેસ અને તેમના સાથીઓએ મળીને દેશના ૬૦ વર્ષ બરબાદ કરી નાખ્યા ૩-૪ પેઢીઓનું જીવન તબાહ કર્યુ.
જયારે મોદી આવ્યા ત્યારે દરેક ઘરે શૌચાલય અને વિજળી પહોંચી આ મોદી છે જેણે દરેક ઘરમાં ગેસ પહોંચાડવાનું બીડુ ઉઠાવ્યું, મોદી દરેક ઘર સુધી નળથી જળ પહોંચાડવા દિવસ-રાત મહેનત કરે છે. કોંગ્રેસ અને આરજેડીએ તેમને તરસાવીને રાખ્યા. તમારી પાસે પેટ ભરવા અનાજ ન હોય અને આ લોકોની તિજોરીઓ -કબાટો નોટાના થપ્પાથી ભરી પડી છે.
દેશમાં ગરીબની પુછપરછ ત્યારે શરૂ થઇ જયારે આ ગરીબનો દિકરો પ્રધાન સેવકના રૂપમાં તમારી સેવામાં લાગ્યો હતો. છેલ્લા ૧૦ વર્ષમાં મોદીનો મોટો સમય પાછળની સરકારના ખાડાઓ બુરવામાં પસાર થયો. જે કામ ૧૦ વર્ષોમાં થયું છે. તેનાથી વધુ કામ આવનાર પાંચ વર્ષમાં થશે. આ મોદીની ગેરેન્ટી છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
