<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

હજયાત્રીઓ માટે બનશે ખાસ હમસફર

હજ સુવિધા એપ આપશે હજયાત્રાની તમામ માહિતી

જયપુરઃ હજ-૨૦૨૪ ની યાત્રાની શરૂઆત આજે જયપુર એરપોર્ટથી થશે.યાત્રીઓને મુશ્‍કેલી ના થાય એટલા માટે પહેલીવાર લઘુમતિ મંત્રાલય ભારત સરકાર અને હજ કમિટી ઓફ ઇન્‍ડીયાએ ઘણાસુધારા કર્યા છે પહેલીવાર યાત્રાને સુગમ બનાવવાના ઉદે્‌શ થી હજ સુવિધા એપ હજ યાત્રીઓ માટે હમસફર બનશે.હજયાત્રીઓ આંગળીના ટેરવે પલવાર માં જરૂરી માહિતી મેળવી શકશે આ એપ એન્‍ડ્રોઇડ આઇઓએસ બન્ને પર કામ કરશે.

રાજસ્‍થાન હજ કમીટીમાં ચેરમેન અમીન કાગઝીએ જણાવ્‍યું કે કરબલા સ્‍થિત હજ હાઉસમાં યાત્રીઓ એપનું પ્રશિક્ષણ આપવામાં આવ્‍યું યાત્રી પોતાના મોબાઇલ પર એપ ડાઉનલોડ કર્યા પછી પોતાની ડીટેઇલ ભરીને લોગઇન કરી શકશે.પછી યાત્રી ડીઝીટલ કુરાન નમાઝોના સમય હઝ ની અરકાન હજ ની રીત મુજદલફા અરફાત વગેરેની માહિતી મેળવી શકશે આ ઉપરાંત પાસપોર્ટ ટીકીટ દસ્‍તાવેજ ઉપરાંત સાઉદી અરબના નિવાસની સુેવિધા પણ તેનાથી મળશે એપ દ્વારા આરોગ્‍ય સુરક્ષાનું પણ ધ્‍યાન રાખશે  મુસાફરી દરમ્‍યાન છુટા પડી ગયેલ યાત્રીને પોતાના સાથીદાર સાથે મેળવવાનું કામ પણ આ એપ કરશે.આ એપ ભારતમાં ડાઉનલોડ કરવાનું હજયાત્રીઓ માટે ફરજીયાત છે.

(5:17 PM IST)