News of Tuesday, 21st May 2024
નરેન્દ્રભાઇની આગેવાનીમાં ભાજપ સતામાં પરત ફરશે : પ્રશાંત કિશોર
ભાજપના ૩૭૦ બેઠકોના દાવાને સ્માર્ટ ચાલ ગણાવતા પ્રશાંત કિશોર

નવી દિલ્હી,તા.૨૧ : શાંત કિશોરે ભાજપના ૩૭૦ બેઠકોના દાવાને સ્માર્ટ ચાલ ગણાવી હતી. તેમણે કહ્યું, આનાથી ચૂંટણીની ચર્ચા બદલાઈ ગઈ. જો કે, પીકેએ કહ્યું, ‘‘જ્યારે કોઈ કંપની પાસેથી અપેક્ષાઓ ઘણી વધારે હોય છે અને સારું પ્રદર્શન કરવા છતાં તે તેના પર ખરી ઉતરતી નથી, તો તેની અસર શેરબજાર પર જોવા મળે છે. તેવી જ રીતે જો ભાજપને ૩૭૦થી ઓછી બેઠકો મળે છે, તો તે એક વિષય બની શકે છે. ચર્ચા અને તેની અસર પણ બજાર પર જોવા મળી શકે છે.
પીકેએ કહ્યું, છેલ્લા ૩-૪ મહિનામાં ચર્ચા ૩૭૦ અને ૪૦૦થી આગળ ચાલી રહી છે. તેને ભાજપની વ્યૂહરચના ગણો કે વિપક્ષની નબળાઈ પણ ભાજપે પોતાનો ટાર્ગેટ ૨૭૨થી ૩૭૦ સુધી બદલી નાખ્યો છે. જેનો ફાયદો ભાજપને થયો છે. હવે કોઈ એવું નથી કહેતું કે મોદીજી હારી જશે, બધા કહી રહ્યા છે કે તેમને ૩૭૦ સીટો મળશે કે નહીં.
એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં પીકેએ કહ્યું, મને લાગે છે કે મોદીની આગેવાની હેઠળની ભાજપ સત્તામાં પરત ફરી રહી છે. તેઓને છેલ્લી વખત કરતાં સમાન અથવા થોડી વધુ બેઠકો મળી શકે છે. બીજેપીના ૩૭૦ સીટોના ટાર્ગેટના સવાલ પર પ્રશાંત કિશોરે કહ્યું કે, જો ભાજપ ૨૭૫ સીટો જીતે છે તો તેના નેતાઓ એમ નહીં કહે કે તેઓ સરકાર નહીં બનાવે, કારણ કે તેઓએ ૩૭૦ સીટો જીતવાનો દાવો કર્યો છે. ભાજપ બહુમતીનો આંકડો પાર કરે છે કે નહીં તે જોવાનું છે. પરંતુ મને નથી લાગતું કે ભાજપની સત્તામાં વાપસીમાં કોઈ ખતરો છે.
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે મંગળવારે (૨૧ મે ૨૦૨૪) દાવો કર્યો હતો કે કેન્દ્રમાં મોદી સરકાર સામે ન તો કોઈ નોંધપાત્ર અસંતોષ છે કે ન તો કોઈ મજબૂત વિકલ્પ છે. પ્રશાંત કિશોરે કહ્યું, મોદીના નેતળત્વમાં એનડીએ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપ ૨૦૧૯ની ૩૦૩ સીટો કરતા નજીક અથવા વધુ સીટો જીતી શકે છે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
