News of Tuesday, 21st May 2024
કન્હૈયા કુમાર પર શાહી ફેંકનારાઓ સામે દિલ્હી પોલીસની કાર્યવાહી, એક આરોપીની ધરપકડ
કોંગ્રેસ અને કન્હૈયા કુમારના કાર્યાલયે દાવો કર્યો હતો કે હુમલાખોરો ભાજપ સાથે જોડાયેલા હતા અને તેઓ ઉત્તરપૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીના જમણા હાથના માણસો હતા. મનોજ તિવારીના કાર્યાલયે કન્હૈયા કુમારના દાવાને નકારી કાઢતા નિવેદન બહાર પાડ્યું અને કોંગ્રેસ પર અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્યો.

નવી દિલ્હી તા. ર૧ :.. ઉત્તર-પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર શાહી ફેંકવાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓને પણ પકડવાના પ્રયાસો ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ન્યુ ઉસ્માનપુરના રહેવાસી રણબીર ભાટી તરીકે થઈ છે. કહૈયા કુમાર ૧૭ મેના રોજ આમ આદમી પાર્ટીના ન્યૂ ઉસ્માનપુર કાર્યાલયમાંથી બહાર આવી રહ્યો હતો.
કન્હૈયા કુમાર ન્યૂ ઉસ્માનપુર સ્થિત AAP ઓફિસમાં એક મીટિંગમાં હાજરી આપવા આવ્યો હતો, જે AAP કાઉન્સિલર છાયા શર્મા દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. મીટિંગ બાદ જ્યારે કન્હૈયા કેટલાક લોકો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ તેને માળા પહેરાવી હતી. આ દરમિયાન એક યુવકે કોંગ્રેસ નેતાને થપ્પડ મારવાની કોશિશ કરી અને બીજાએ તેમના પર શાહી ફેંકી. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો.
કોંગ્રેસ અને કન્હેયા કુમારના કાર્યાલયે દાવો કર્યો હતો કે હુમલાખોરો ભાજપ સાથે જોડાયેલા હતા અને તેઓ ઉત્તરપૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીના જમણા હાથના માણસો હતા. મનોજ તિવારીના કાર્યાલયે કહૈયા કુમારના દાવાને નકારી કાઢતા નિવેદન બહાર પાડ્યું અને કોંગ્રેસ પર અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્યો. તમને જણાવી દઈએ કે મનોજ તિવારી ફરી એકવાર ઉત્તર-પૂર્વ દિલ્હીથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ નેતા કન્હેયા કુમાર પર કથિત હુમલાના મામલામાં દિલ્હી પોલીસે ફરિયાદ નોંધી હતી. ઉત્તર-પૂર્વ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જોય તિર્કીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર છાયા શર્માની ફરિયાદ પર ફરિયાદ નોંધવામાં આવી છે.
કન્હૈયા કુમાર ન્યૂ ઉસ્માનપુર સ્થિત AAP ઓફિસમાં એક મીટિંગમાં હાજરી આપવા આવ્યો હતો, જે AAP કાઉન્સિલર છાયા શર્મા દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. મીટિંગ બાદ જ્યારે કહૈયા કેટલાક લોકો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ તેને માળા પહેરાવી હતી. આ દરમિયાન એક યુવકે કોંગ્રેસ નેતાને થપ્પડ મારવાની કોશિશ કરી અને બીજાએ તેમના પર શાહી ફેંકી. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ તમને જણાવી દઈએ કે કન્હૈયા કુમાર લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ઉત્તર-પૂર્વ દિલ્હી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. અહીંથી તેમનો મુકાબલો બે વખતના ભાજપના સાંસદ મનોજ તિવારી સાથે છે. ઈન્ડિયા બ્લોકમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ આ સીટ કોંગ્રેસને ગઈ છે. કોંગ્રેસ દિલ્હીમાં ત્રણ સંસદીય બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે AAPએ બાકીની ચાર બેઠકો પરથી ઉમેદવારો ઉભા રાખ્યા છે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૨૫ મેના રોજ મતદાન થશે. ૪ જૂને મતગણતરી થશે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
