<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

જયપુર પોલીસે ભાવના શર્માની ધરપકડ કરીઃ ખતરનાક સુંદરી પકડાઈ! ૮ વર્ષમાં ૧૪ નકલી બળાત્‍કારના કેસ નોંધાયા, તેને ખોટા કેસમાં ફસાવી એ તેના ડાબા હાથની રમત

યુવતી બળાત્‍કારનો બનાવટી કેસ દાખલ કરીને લોકો પાસેથી પૈસા પડાવતી : પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાવના શર્માએ અત્‍યાર સુધીમાં એક ડઝનથી વધુ લોકોને પ્રેમની જાળમાં ફસાવીને તેમની સામે બળાત્‍કારનો કેસ દાખલ કર્યો છે.

નવી દિલ્‍હી, તા., ર૧:  રાજસ્‍થાનની રાજધાની જયપુરથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. સામાન્‍ય રીતે જો કોઈ છોકરી કોઈ પર બળાત્‍કાર જેવા ગંભીર ગુનાનો આરોપ લગાવે છે, તો કાયદો દરેક રીતે છોકરીને સમર્થન આપે છે, પરંતુ જયપુરથી જે કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે તે કંઈક અલગ છે. અહીં એક યુવતી રેપનો બનાવટી કેસ દાખલ કરીને લોકો પાસેથી પૈસા પડાવતી હતી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાવના શર્માએ અત્‍યાર સુધીમાં એક ડઝનથી વધુ લોકોને પ્રેમની જાળમાં ફસાવીને તેમની સામે બળાત્‍કારનો કેસ દાખલ કર્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે જે મહિલાએ વકીલ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્‍ટેશનમાં બળાત્‍કારનો કેસ નોંધાવ્‍યો હતો તે મહિલાની હવે પોલીસે ધરપકડ કરી લીધી છે. તેનું નામ છે ભાવના શર્મા. એવું સામે આવ્‍યું છે કે આરોપી મહિલા પર બળાત્‍કાર અને બ્‍લેકમેલિંગના ૧૪ અલગ- અલગ કેસ દાખલ છે. સમાચાર અનુસાર, પોલીસે જણાવ્‍યું કે ૮ મેના રોજ એડવોકેટ નીતિન મીનાએ સદર પોલીસ સ્‍ટેશનમાં કેસ નોંધ્‍યો હતો.

નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી મહિલા ભાવના શર્માએ વકીલ સાથે મિત્રતા કરી અને લગ્ન માટે તેના પર દબાણ કર્યું, પછી તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પૈસાની માંગણી કરી અને કહ્યું કે તેણે આ પહેલા પણ ઘણા લોકો સામે આવા કેસ દાખલ કર્યા છે. ભાવના શર્માએ બળાત્‍કારના આરોપમાં જ્‍યોતિ નગર પોલીસ સ્‍ટેશનમાં નીતિન મીના વિરુદ્ધ કેસ પણ નોંધાવ્‍યો હતો. નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી મહિલા ભાવના શર્માએ વકીલ સાથે મિત્રતા કરી અને લગ્ન માટે તેના પર દબાણ કર્યું, પછી તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી અને કહ્યું કે તેણે આ પહેલા પણ ઘણા લોકો સામે આવા કેસ દાખલ કર્યા છે. ભાવના શર્માએ બળાત્‍કારના આરોપમાં જ્‍યોતિ નગર પોલીસ સ્‍ટેશનમાં નીતિન મીના વિરુદ્ધ કેસ પણ નોંધાવ્‍યો હતો.

આઠ વર્ષમાં ૧૪ ખોટા કેસ

વકીલની ફરિયાદ બાદ પોલીસ એક્‍શનમાં આવી અને ભાવના શર્માની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કો Google GE News શર્માને પોલીસ રિમાન્‍ડ પર સોંપ્‍યો છે. તપાસમાં સુધી જાણવા મળ્‍યું છે કે ભાવના શર્મા પર વર્ષ ૨૦૨૪ સુધી એટલે કે લગભગ આઠ વર્ષમાં ૧૪ કેસ નોંધાયા છે. ગુડગાંવ કોર્ટે મહિલા દ્વારા નોંધાયેલા નકલી બળાત્‍કાર કેસમાં આરોપી મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પત્ર લખ્‍યો છે. મહિલા દ્વારા દાખલ કરાયેલા કેસોમાં પોલીસે તેમનો અંતિમ અહેવાલ પણ દાખલ કર્યો છે.

ભાવના શર્મા સામે પુરાવા

મહિલા વિરુદ્ધ અપરાધોની વિશેષ તપાસ ૨) એડિશનલ ડીસીપી ગુરુ શરણ રાવે તપાસમાં ભાવના શર્માને દોષી ગણાવી છે. આ ઉપરાંત ઓનલાઈન પૈસાની લેવડદેવડના અન્‍ય ઘણા પુરાવાઓ પણ મળી આવ્‍યા છે. આઠ વર્ષમાં ૧૪ ખોટા કેસ.

વકીલની ફરિયાદ બાદ પોલીસ એક્‍શનમાં આવી અને ભાવના શર્માની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ભાવના શર્માને પોલીસ રિમાન્‍ડ પર સોંપ્‍યો છે. તપાસમાં અત્‍યાર સુધી જાણવા મળ્‍યું છે કે ભાવના શર્મા પર વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૪ સુધી એટલે કે લગભગ આઠ વર્ષમાં ૧૪ કેસ નોંધાયા છે. ગુડગાંવ કોર્ટે મહિલા દ્વારા નોંધાયેલા નકલી બળાત્‍કાર કેસમાં આરોપી મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પત્ર લખ્‍યો છે. મહિલા દ્વારા દાખલ કરાયેલા કેસોમાં પોલીસે તેમનો અંતિમ અહેવાલ પણ દાખલ કર્યો છે.

ભાવના શર્મા સામે પુરાવા

મહિલા વિરુદ્ધ અપરાધોની વિશેષ તપાસ અકમના એડિશનલ ડીસીપી ગુરુ શરણ રાવે તપાસમાં ભાવના શર્માને દોષી ગણાવી છે. આ ઉપરાંત ઓનલાઈન પૈસાની લેવડદેવડના અન્‍ય ઘણા પુરાવાઓ પણ મળી આવ્‍યા છે.

(5:55 PM IST)