News of Tuesday, 21st May 2024
ર૯ મે થી ૧ જુન સુધી અનંત અને રાધિકાનો બીજો પ્રિ-વેડિંગ સમારોહ ઇટલીમાં ક્રુઝમાં થશે
ફિલ્મ સિતારોએ સહિત વિશ્વભરમાંથી ૩૦૦ વીઆઇપી મહેમાનોને આમંત્રણ

મુંબઇ તા. ર૧ :.. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. અનંત અને રાધિકાના લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે. ત્યારે માહિતી મળી રહી છે કે. કપલના લગ્નની ઉજવણી ઈટલીમાં થશે. અહીં એક શાનદાર ક્રૂઝ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી ૨૯ મેથી ૧ જૂન સુધી ચાલશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મહેમાનો ૨૯ મેના રોજ ઇટાલીના શહેર સિસિલીથી ક્રૂઝ પર બોર્ડ કરશે. ૧ જૂનના રોજ આ ક્રૂઝ સ્વિટ્ઝર્લન્ડ પહોંચશે. ૩ દિવસ ચાલનાર આ સેલિબ્રેશનની થીમ શ્નફયુચરિસ્ટિક ક્રૂઝશ્ન છે. આ સાથે જ પ્રાઈવસી મેન્ટેન રાખવા માટે નો ફોન પોલિસી લાગૂ કરવામાં આવી છે.
રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, મુકેશ અંબાણી, નીતા અંબાણી અને આકાશ અંબાણી સિવાયના અંબાણી પરિવારના લોકો ૩ દિવસીય ક્રૂઝ પાર્ટીની તૈયારીઓ માટે લંડનમાં છે. ૧૯ મેથી લંડનમાં તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. જે ૨૩ મે સુધી ચાલશે. વિશ્વભરમાંથી ૩૦૦ વીઆઈપી મહેમાનોને ઈન્વાઈટ કરવામાં આવ્યા છે.
ગેસ્ટ લિસ્ટમાં બોલિવૂડ સેલેબ્રિટીસ સલમાન ખાન અને ફેમિલી, રણબીર કપૂર-આલિયા ભટ્ટ. સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કિયારા આડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, સોનમ કપૂર, આનંદ આહૂઝાનું નામ સામેલ છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
