<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

સિંગાપોર એરલાઈન્સના વિમાનનું બેંગકોકમાં ઈમરજન્સી લેન્ડિંગ : એક મુસાફરનું મોત: કેટલાક ઘાયલ

આ પ્લેન બોઈંગ 777-300ER એરક્રાફ્ટ હતું, જેમાં 211 મુસાફરો સવાર હતા.

સિંગાપોર એરલાઈન્સના એક વિમાનને ગંભીર સિવિયર ટર્બ્યુલન્સને બેંગકોકમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ફ્લાઈટ લંડનથી સિંગાપોર જઈ રહી હતી. ઇમરજન્સી લેન્ડિંગને કારણે પ્લેનમાં સવાર એક મુસાફરનું મોત થયું હતું અને કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્લેન બોઈંગ 777-300ER એરક્રાફ્ટ હતું, જેમાં 211 મુસાફરો સવાર હતા.

(6:40 PM IST)