<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

રામભક્તો માટે IRCTCનું સ્પેશિયલ પેકેજ: અયોધ્યાથી રામેશ્વરમ સુધીનું 18 દિવસનું ટુર પેકેજ :7600 કિલોમીટરનો થશે પ્રવાસ

ભગવાન રામના જીવન સાથે જોડાયેલા અનેક સ્થળોની મુસાફરી કરાવવામાં આવશે.

નવી દિલ્હી :રામભક્તો માટે આઈઆરસીટીસી એક શાનદાર ટુર પેકેજ લાવ્યું છે. આ ટુર પેકેજ 18 દિવસ અને 17 રાતનું છે. જેમાં શ્રદ્ધાળુઓને ભગવાન રામ સાથે જોડાયેલા સ્થળો ફરવાની તક મળશે. આ ટ્રેન શ્રી રામાયણ યાત્રાના નામથી શરુ કરવામાં આવી છે. જે 7 જૂનના રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થશે.

  યાત્રાની શરુઆત શ્રીરામનું જન્મસ્થળ અયોધ્યાથી થશે. શ્રીરામ જન્મભૂમિ મંદિર, હનુમાનગઢી મંદિર અને નંદીગ્રામમાં ભરત મંદિરના દર્શન કરાવવામાં આવશે.

  અયોધ્યાથી રવાના થઈ આ ટ્રેન સીતામઢી જશે. જ્યાં તેના જન્મ સ્થળ અને નેપાળના જનકપુર સ્થિત રામ-જાનકી મંદિરના દર્શન કરી ત્યારબાદ ટુર પેકેજમાં આવતા સ્થળો પર લઈ જવામાં આવશે. છેલ્લું સ્થળ રામેશ્વર હશે.

  આ ટ્રેનનું છેલ્લું સ્ટોપ રામેશ્વરમ હશે. અહીં રામ ભક્તો પ્રાચીન શિવ મંદિર અને ધનુષકોડીના દર્શન કરી શકશે. હવે આપણે પેકેજની વાત કરીએ તો આ પેકેજ અંદાજે 7600 કિલોમીટરનો રહેશે. જેના માટે એક વ્યક્તિનો ચાર્જ 96 હજાર રુપિયાથી લઈ 1.66 લાખ રુપિયા છે

  જો તમારે તમારા માતા-પિતાને આ ટુર પેકેજમાં મોકલવા છે, તો તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ આ ટુર પેકેજ બુક કરાવી શકો છો. જેમાં અલગ અલગ ચાર્જ પણ તમને જોવા મળશે

(6:41 PM IST)