News of Tuesday, 21st May 2024
ક્રેશ સાઈટ પર પહોંચ્યો બ્લોગર : હેલીકોપ્ટરના ત્રણ ટુકડાં થઈને ત્રણ ભાગમાં વહેંચાયું; જુઓ વીડિયો
ઘટના સ્થળે જઈને બ્લોગર દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારના દ્રશ્યો શૂટ કર્યા

Helikopter Enkazındayım. NOTLARIM
— Adem Metan (@AdemMetan) May 20, 2024
📌Helikopter enkazına tüm dünya medyası da dahil olmak üzere ilk olarak A Haber’den Mehmet Karataş ulaştı.
📌Helikopter 3 parçaya bölünmüş
📌Ön bölüm düşmenin etkisiyle yanmış durumda. Muhtemelen pilotlar yanarak can verdi
📌 Orta… pic.twitter.com/vmqJGAPVDF
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીને લઈને જતું હેલીકોપ્ટર રવિવારે ગાઢ ધુમ્મસને કારણે પૂર્વી અઝરબૈજાન પ્રાંતના પર્વતીય વન ક્ષેત્રમાં પહાડીઓ સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. રાષ્ટ્રપતિ ઉપરાંત વિદેશ મંત્રી હુસૈન અમીરઅબ્દુલ્લાહિયન અને સાત અન્ય લોકોના મોત નિપજ્યા છે.
ખરાબ હવામાનને કારણે બચાવ દળની ટીમને દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચવામાં ભારે મહેનત કરવી પડી અને સોમવારે જ તેઓ ત્યાં પહોંચી શક્યા. આ દુર્ઘટના બાદ જ્યાં સુધી કોઈ વિદેશી મીડિયા દુર્ઘટનાસ્થળ સુધી પહોંચે તે પહેલા જ એડમ મેતાન નામના તુર્કિના એક બ્લોગર ત્યાં પહોંચીને હેલીકોપ્ટર ક્રેશની જગ્યાને પોતાના કેમેરામાં શૂટ કરી. ત્યાંથી જ તેણે ઘટનાસ્થળના દ્રશ્યોની જાણકારી આપી.
વીડિયોમાં એડમે જણાવ્યું કે, ક્રેશ બાદ હેલીકોપ્ટરના ત્રણ ટુકડાં થઈ ગયા હતા. બ્લોગરે દેખાડ્યું કે કઈ રીતે હેલીકોપ્ટરનો કાટમાળ એક વૃક્ષ પાસે પડ્યો હતો.
વીડિયોને જોઈને ખરાબ હવામાનનો અંદાજ લગાવી શકાય છે. વીડિયોમાં એડમે જણાવ્યું કે હેલીકોપ્ટનો કાટમાળ કયાં-કયાં વિખરાયેલો પડ્યો છે. બ્લોગરે વધુ જાણકારી આપી કે, હેલીકોપ્ટરનો આગળ ભાગ સળગી ગયો છે. વીડિયોમાં બ્લોગર એવું કહેતો સંભળાય છે કે હેલીકોપ્ટરનો આગળ ભાગ જંગલમાં નીચેની બાજુ ઘણી જ ઊંડાઈએ છે, જ્યાં જવાની મંજૂરી ન હતી.
પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબરને દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખોમેનેઇએ દેશમાં પાંચ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
63 વર્ષના રઇસીને વર્ષ 2021 રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા અને પદ સંભાળ્યા બાદથી તેમણે નૈતિકતા કાયદાને કડક કરવાના આદેશ આપ્યા અને સરકાર વિરોધી પ્રદર્શનો પર લોહિયાળ કાર્યવાહી કરી અને મોટા દેશો સાથે પરમાણુ વાર્તામાં ઘણી જ મહેનત કરી હતી.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
